ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત અગ્નિકાંડ બાદ વાંકાનેર તંત્ર આવ્યું હરકતમાં

મોરબીઃ વાંકાનેરમાં શોપિંગ મોલ, હોસ્પિટલમાં પાલિકાની ટીમનું ફાયર સેફ્ટી ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં નવ ટ્યુશન કલાસીસને નોટીસ આપવામાં આવી હતી. તમામ ટયુશન કલાસીસ હવે NOC મળ્યા બાદ ચાલુ થશે.

સુરત આગ કાંડ બાદ વાકાનેર તંત્ર આવ્યુ હરકતમાં

By

Published : May 26, 2019, 5:04 PM IST

Updated : May 26, 2019, 5:10 PM IST

મળતી માહિતી મુજબ, વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની આગેવાનીમાં નગરપાલિકાનો સ્ટાફ શહેરમાં જ્યાં લોકોની વધારે અવર-જવર રહેતી હોય તેવી તમામ જગ્યા ઉપર ફાયર સેફ્ટીના સાધનોની તપાસની શરૂઆત કરી છે.

ચીફ ઓફિસર જણાવ્યું કે, ફાયર સેફ્ટીના સાધનોની તપાસ સમગ્ર વાંકાનેર શહેરમાં કરવામાં આવશે અને જ્યાં ફાયર સેફ્ટીના સાધનો નહી હોય ત્યાં તેમને નોટિસ આપવામાં આવશે તેમજ તેમને ફાયર સેફટીનું NOC મેળવી ને પછી જ સેવા કે વ્યવસાયના એકમો શરૂ કરી શકાશે.આજથી વાંકાનેર નગરપાલિકા દ્વારા સમગ્ર વાંકાનેર શહેરમાં આવેલા શોપિંગ સેન્ટર,મોલ,હોસ્પિટલ,શૈક્ષણિક સંસ્થા તેમજ જ્યાં વધુ ભીડ રહે તેવી તમામ જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં તેમની તપાસ ઝુંબેશ શરૂ કરી છે.

સુરત અગ્નિકાંડ બાદ વાંકાનેર તંત્ર આવ્યું હરકતમાં

અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે જ વાંકાનેરમાં શહેરમાં ચાલતા 9 જેટલા ટ્યુશન ક્લાસમાં તપાસ ઝુંબેશમાં બધે જ લોલમલોલ ચાલતું હોવાનું બહાર આવ્યું હતું અને આ તમામને નોટિસ આપીને ફાયર સેફ્ટીનુ નગરપાલિકામાંથી NOC મેળવ્યા બાદ જ ટ્યુશન ક્લાસ ચાલુ કરવાનું કહેવામાં આવ્યું છે.

સુરત આગ કાંડ બાદ વાકાનેર તંત્ર આવ્યુ હરકતમાં

સુરતમાં આગની જે ગોઝારી ઘટના બની ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં ફાયર સેફ્ટીના સાધનોની તપાસ કરાવવા સરકાર જાગી છે. તમામ શહેરોમાં તપાસ થઇ રહી છે,તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે લગભગ બધી જ જગ્યાએ લોલમલોલ ચાલી રહ્યું છે. હવે આવી બધી જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનો આવે અને તંત્ર આ દિશામાં સતત જાગૃત રહે અને કડક અમલવારી કરે તો સુરત જેવી બીજી ઘટના ન ઘટે અને એ જ સુરતની આગની ઘટનામાં જાન ગુમાવનાર તમામ વિદ્યાર્થીઓને સાચી શ્રદ્ધાંજલિ કહેવાય

સુરત આગ કાંડ બાદ વાકાનેર તંત્ર આવ્યુ હરકતમાં
Last Updated : May 26, 2019, 5:10 PM IST

ABOUT THE AUTHOR

...view details