મોરબી નગરપાલિકા કચેરીમાં જન્મમરણ બારીએ બેસતા કર્મચારી મંગલસિંહ ગુરૂવારે પોતાનું કામકાજ કરતા હતા તે દરમિયાન સામાજિક આગેવાન મનુભાઈ સારેસા ત્યાં ગયા અને બંને વચ્ચે બોલાચાલી બાદ ઉગ્ર ઝઘડો થયો હતો. આ બનાવને પગલે પાલિકાના કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો.
મોરબી નગરપાલિકામાં બોલાચાલી બાદ પાલિકામાં હડતાલ, પોલીસની દરમિયાનગીરી બાદ ફરી શરૂ થયું કામ
મોરબીઃ નગરપાલિકા કચેરી હંમેશા માધ્યમોમાં ચમકતી રહે છે. નાગરિકોને સુવિધા ન આપી સકતી નગરપાલિકામાં ગુરૂવારે સામાજિક આગેવાન અને પાલિકાના કર્મચારી વચ્ચે જન્મમરણ દાખલા બાબતે ઝઘડો થયા બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જો કે પાલિકાના કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા અને પોલીસની દરમિયાનગીરી બાદ પાલિકા કર્મચારીઓએ હડતાલ સમેટી ફરીથી કામે લાગ્યા હતા.
Morbi
સામાજિક આગેવાન દ્વારા અવારનવાર પાલિકા કચેરીએ કર્મચારીઓને હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપો સાથે પાલિકાના તમામ વિભાગના કર્મચારીઓ બહાર નીકળી આવ્યા અને પાલિકાને તાળાબંધી કરીને હડતાલની જાહેરાત કરી હતી. ત્યાર બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં A ડીવીઝનના PI આર. જે. ચૌધરી દ્વારા બંને પક્ષની સમજાવવામાં આવ્યા અને મામલો થાળે પડ્યો હતો. પોલીસની સમજાવટથી પાલિકાના કર્મચારીઓ હડતાલ સમેટી લઈને કામકાજ પુનઃ શરુ કર્યું હતું.
Last Updated : Jun 28, 2019, 11:17 AM IST