ખેડૂતો પાક વીમા મામલે સંમેલન તેમજ વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. મજુરી કર્યા બાદ પણ ખેડૂતોને ઉપજ મળતી ન હોય અને બીજી તરફ પાક વીમાં કંપનીઓની દાદાગીરીને પગલે ખેડૂતો અંતિમ પગલું ભરવા મજબુર બનતા હોય છે. ખેડૂતોને પાક્વીમાંના પુરા પૈસા ચુકવાતા નથી. જેથી હવે ખેડૂતોને ચોમાસુ નજીક હોય ત્યારે બિયારણ, દવા, ખાતરની ખરીદી કરવી છે. પરંતુ વીમાની રકમ મળી નથી. જેથી ખેડૂત દુ:ખી છે અને ખેડૂતોએ પ્રીમીયમ ભર્યા છતાં પાકવીમા આપવામાં વીમા કંપની આનાકાની કરે છે.
પાક વીમા મુદ્દે ખેડુકો વીમા કંપનીઓ સામે લાલઘુમ - government
મોરબી: ખેડૂતોને કાયમી સતાવતો પાકવિમાનો પ્રશ્ન દર વર્ષ સર્જાતો હોય છે અને ખેડૂતો લાચારી અનુભવતા હોય ત્યારે ખેડૂતોના પાક વીમા પ્રશ્ને મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ આક્રમક જોવા મળી રહ્યું છે. પાક્વીમો તાત્કાલિક ન મળે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સ્પોટ ફોટો
જેને લઇને જો સરકાર વીમા માટે કાંઈ વિચારશે નહિ અને તુરંત વિમાનો પ્રશ્ન ન ઉકેલાય તો મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળને કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે. ખેડૂતોના પાક વીમાં પ્રશ્ને સરકાર ગંભીરતા દાખવે અને તુરંત પ્રશ્નનું નિરાકરણ લઇ આવવા માંગ કરી છે.