ખેડૂતોને કૃષિ સહાય પેકેજનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવા માટે તારીખ 31 ડિસેમ્બર સુધીની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે, ત્યારે આ મામલે જિલ્લા ખેતીવાડી અધિકારી જણાવે છે કે, ખેડૂતોને પાક નુકસાની માટે ઓનલાઈન અરજી કરીને સાથે મેળવી શકે છે તેમજ વધુને વધુ ખેડૂતો આ સહાયતાના લાભ લે તેવો અનુરોધ કર્યો છે.
જિલ્લાના ખેડૂતો પાક નુકસાની માટે 31 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે
મોરબીઃ રાજ્યમાં અતિભારે ચોમાસા બાદ છેલ્લે કમોસમી વરસાદ અને માવઠાને લીધે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે અને નુકસાન ધ્યાને લઇ સરકારના ધારાધોરણ મુજબ મહેસુલ વિભાગે સાથે મળી અને દરેક ખેડૂત ખાતેદારોને કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. જેથી ખેડૂતોને કૃષિ સહાય પેકેજનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવા માટે તારીખ 31 ડિસેમ્બર સુધીની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે
Morbi
તો આ મુદ્દે મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકારે અગાઉ પહેલા 700 કરોડની સહાય જાહેર કરી અને ખેડૂતોનો વિરોધ જોઈ અને વધુ એક જાહેર કરવું પડ્યું હતું. જો કે, ખેડૂતો અજાણ હોવાથી ઘણા ખેડૂતો આ લાભ મેળવી શકતા નથી તો તેની વૈકલ્પિક વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવી જોઈએ અને વધુમાં વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળે તેવા પગલા લેવા જરૂરી છે.