ગુજરાત

gujarat

ETV Bharat / state

માળિયામાં લીલા દુષ્કાળની સ્થિતિ, ૧૦ ગામના ખેડૂતોએ કરી પાકવીમાની માગ

મોરબી: જીલ્લામાં ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતોએ હોશભેર વાવણી કરી હતી. જોકે બાદમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતા સર્વત્ર પાક નિષ્ફળ ગયો હતો. જેના પગલે ખેડૂતોઓએ નુકશાની સહન કરવી પડી હતી. જેને લઇને માળિયા તાલુકામાં અતિવૃષ્ટિની સ્થિતિને પગલે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને પાકોને નુકશાન થયું છે, ત્યારે આજે માળિયા ખેડૂતોએ એકઠા થઇ અને પાક વીમાની માગ કરી હતી.

માળિયામાં લીલા દુષ્કાળની સ્થિતિ, ૧૦ ગામના ખેડૂતોએ કરી પાકવીમાની માગ

By

Published : Oct 3, 2019, 4:43 AM IST

માળીયા તાલુકામાં ખેતરોમાં પાણી ભરાવવાથી પાક નિષ્ફળ ગયા હતાં . જેને લઇને વીરવિદરકા, હરીપર, ફતેપર, માંણાબા, વાઘરવા, અર્જુનનગર, ભારતનગર, અણીયારી, કુંભારિયા અને વેજ્લપરના થઇને ૧૦ ગામોના ખેડૂતો, સરપંચ અને ખેડૂત આગેવાનો એકત્ર થયા હતા અને ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકશાન જતા ખેડૂતોના અરમાનો પર પાણી ફરી વળ્યું છે. જેથી ખેડૂતોએ ૨૫ ટકા તાત્કાલિક વીમો ચુકવવામાં આવે તેમજ બિયારણનું જે નુકશાન થયું છે તેની સહાય સરકાર ચુકવે તેવી માગ કરી હતી.

માળિયામાં લીલા દુષ્કાળની સ્થિતિ, ૧૦ ગામના ખેડૂતોએ કરી પાકવીમાની માગ

ABOUT THE AUTHOR

...view details