- નગરપાલિકાની ટર્મ 14 ડીસેમ્બરે થશે પૂર્ણ
- મનપા એમ્પ્લો. યુનિયન દ્વારા વિદાય સમારોહ યોજાયો
- દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવી
મોરબીઃ નગરપાલિકાની મુદત પૂર્ણ થનારી હોવાથી નગરપાલિકા એમ્પ્લો. યુનિયન દ્વારા વિદાય લઇ રહેલા પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ તથા સભ્યોનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. તેમજ નગરપાલિકા ચીફ ઓફિસરની વહીવટદાર તરીકે નિમણુંક થઇ હોવાથી સત્કાર સમારોહ પણ યોજાયો હતો.
દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવી
મોરબી મહાનગરપાલિકાના એમ્પ્લો. યુનિયન દ્વારા ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગરપાલિકાના વર્તમાન પ્રમુખ કેતન વિલપરા, ઉપપ્રમુખ અને સભ્યોનો વિદાય સમારોહ યોજાયો હતો. આ સાથે જ પાલિકાની ટર્મ પૂર્ણ થતાં ચીફ ઓફિસર ગીરીશ સરૈયાને વહીવટદાર તરીકે ચાર્જ સંભાળવાનો છે. જેમનો આવકાર સમારોહ યોજવામાં આવ્યો હતો. સમારોહના પ્રારંભે દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમજ વિદાય લઇ રહેલા પદાધિકારીઓ અને સદસ્યોને સન્માનિત કરાયા હતા.
વોર્ડ પ્રમાણે ચીફ ઓફિસર સાંભળશે પ્રજાલક્ષી પ્રશ્રો
મોરબી નગરપાલિકાની ટર્મ 14 ડીસેમ્બરે પૂર્ણ થાય છે. ત્યારબાદ ચીફ ઓફિસર ગીરીશ સરૈયા વહીવટદાર તરીકે કામગીરી કરશે, ત્યારે ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ જણાવ્યું હતું કે, લોકોને પાલિકા કચેરી સુધી ધક્કો ના ખાવો પડે અને તેમના પ્રશ્નો ઉકેલાય માટે લોક દરબારની જેમ વોર્ડ મુજબ જઈને લોકોના રોડ રસ્તા, ભૂગર્ભ અને લાઈટના પ્રશ્નો સાંભળશે અને પ્રશ્નોના ઉકેલ લાવશે.