મોરબીના રહેવાસી પૂર્વીબેન કિશોરભાઈ ટોળિયાએ તેના પતિ વિરલભાઈ પટેલ રહે. જામનગર વાળા પર ભરણપોષણ મેળવવા મોરબીની કોર્ટમાં તા. 13-4-15એ કેસ દાખલ કર્યો હતો જે કેસ ચાલી જતા સામાવાળા વિરલભાઈ જયંતીભાઈ પટેલના વકીલ અશ્વિનભાઈ બડમલીયાની દલીલો અને પુરાવાને ધ્યાને લઈને સમાજમાં દાખલો બેસાડતો ચુકાદો મોરબીની ફેમીલી કોર્ટે આપ્યો છે.
મોરબી ફેમીલી કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, ભરણપોષણ અરજી કરી રદ
મોરબીઃ શહેરની ફેમીલી કોર્ટમાં મહિલા દ્વારા તેના પતિ સામે ભરણપોષણ માટે અરજી કરવામાં આવી હતી. જે કેસમાં મંગળવારે ફેમીલી કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા મહિલાની અરજી નામંજૂર કરી છે.
મોરબી ફેમીલી કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, ભરણપોષણ અરજી કરી રદ
મોરબી ફેમીલી કોર્ટના જજ એચ.એન. ત્રિવેદીએ અરજદાર પૂર્વીબેનની ભરણપોષણ મેળવવાની અરજી મંગળવારે નામંજૂર કરી વિરલભાઈ પટેલના ફેવરમાં ચુકાદો આપ્યો હતો.