એસ.ઓ.જી. ટીમે પેટ્રોલિંગદરમિયાન મોરબીના નવલખી રોડ પર આવેલા સેન્ટમેરી સ્કુલ પાસેરેલ્વે પાટા નજીકથી આરોપી મનીષપટેલનેભારતીય બનાવટની નકલીનોટો રૂપિયા 2000ની નંગ-40અને રૂપિયા 100ની નંગ-100મળી કુલ રુપિયા.90,000તેમજ મોટરસાયકલ સહીતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં નકલી નોટો સાથે એક શખ્સની ધરપકડ
મોરબી: લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે, ત્યારે મોરબી જિલ્લા પોલીસે ગેરકાયદેસર પ્રવુતિ રોકવા માટે સતત કાર્યરત છે. ત્યરો પેટ્રોલિગ દરમિયાન મોરબીના નવલખી રોડ પર આવેલા સેન્ટમેરી સ્કુલ નજીકથી એક શખ્સને નકલી નોટો સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
સ્પોટ ફોટો
નકલી નોટ સાથે ઝડપાયેલા આરોપી આંગડીયા પેઢીમાં નોકરી કરતોહતો, જોકે પેઢી બંધ થયા બાદ તે નકલી નોટોના રવાડે ચડ્યો હતો. આરોપી નોટબંધી સમયે પણ 500અને 1000ના દરની જૂની નોટોની મોટી રકમ સાથે ઝડપાયો હતો. તો તાજેતરમાં તેને ઘરે નકલી નોટો છાપવાનું શરુ કર્યુ હતુ.જેને SOGટીમે બાતમીને આધારે દબોચી લીધો છે. તો નકલી નોટો છાપવાનું મશીન કોની પાસેથી મેળવ્યું, અન્ય કોણ સંડોવાયેલ છેતે દિશામાં વધુ તપાસ માટે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.