ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વહીવટીતંત્ર સજ્જ - Local Body Elections 2021

મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા પણ તમામ બૂથ પર પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને એસઆરપીની એક ટુકડી મોરબીમાં ફાળવવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સલામત અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે વહીવટતંત્ર સજ્જ છે.

મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વહીવટીતંત્ર સજ્જ
મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વહીવટીતંત્ર સજ્જ

By

Published : Feb 27, 2021, 6:57 PM IST

  • મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ તંત્ર સજ્જ
  • જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે થશે મતદાન
  • કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી મતદાન કરાવવામાં આવશે

    મોરબીઃ મોરબી જિલ્લા પંચાયત અને તાલુકાના પંચાયતની બેઠક પર 5.38 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તો ત્રણ નગરપાલિકામાં 1.88 લાખ મતદાર ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. કોરોના કાળ દરમિયાન ચુંટણી યોજાઇ રહી હોવાથી મતદારોના આરોગ્ય અંગે ધ્યાન આપતાં આરોગ્ય વિભાગ દ્વારા તમામ બૂથ પર કિટ આપવામાં આવી છે. તો મતદારોને પણ સેનેટાઇઝર અને ગ્લોઝ પહેરાવાયા બાદ બૂથમાં પ્રવેશ આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details