ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં સુપરમાર્કેટમાં ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ

મોરબીઃ જિલ્લામા અનેક સમસ્યા ઉધભવી રહી છે તેમા ભરચક્ક એવા સુપરમાર્કેટ વિસ્તારમાં રવિવારે ફરીથી ગટરના ગંદા પાણીના તલાવડા ભરાયા હતા અને ગંદા પાણી પાર્કિંગ તેમજ દુકાનો સુધી પહોંચી જતા વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને અવારનવાર ઉભરાતી ગટરથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે

By

Published : Jun 16, 2019, 2:29 PM IST

morbi

મોરબીના સુપરમાર્કેટમાં ગટર ઉભરાવવાની સમસ્યા અગાઉ પણ સર્જાઈ છે, જોકે પાલિકા તંત્ર કાયમી ઉકેલને બદલે આગ લાગે ત્યારે કુવો ખોદવા સમાન સફાઈ કરાવીને વેપારીઓના રોષને શાંત પાડવાનું કાર્ય કરી રહી છે.

તો રવિવારે ફરીથી સુપરમાર્કેટમાં ગટરના ગંદા પાણીના તલાવડા ભરાયા હતા, જે પાર્કિંગમાં ફરી વળતા સ્થાનિક વેપારીઓ, ખરીદી માટે આવતા હજારો ગ્રાહકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, અગાઉ પણ આ પ્રશ્ને વેપારીઓ રસ્તા રોકો આંદોલન કરી ચુક્યા છે. જોકે નીમ્ભર તંત્રને શરમ આવતી ના હોય, તેમ આજે ગટર ઉભરાયા બાદ સફાઈ માટે ટીમ મોકલવામાં આવશે તેમ જણાવ્યું હતું.

પરંતુ જો આ પ્રશ્ન વહેલી તકે ના ઉકેલાય તો વેપારીઓ આંદોલનના માર્ગે વળશે તે નક્કી છે, ઉભરાતી ગટર મામલે ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ જણાવ્યું છે કે, સુપર માર્કેટમાં ગટર છલકાવવાની ફરિયાદ મળતા એક ટીમ મોકલી તુરંત સફાઈ કરાવી હતી, અને વેપારીઓ તેમજ નાગરિકોને હાલાકી ના સહન કરવી પડે તે માટે પાલિકા તંત્ર જાગૃત હોવાનું પણ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details