નેશનલ ફૂડ સિક્યુરીટી અંતર્ગત ગરીબ પરિવારોને મળતા રાશન સહિતની સુવિધાઓથી વંચિત અરજદારો દ્વારા વર્ષ 2016 થઈ વર્ષ 2019 દરમિયાન કુલ 359 અરજી કરવામાં આવી હતી. જેમાં શહેરી વિસ્તારની 106 અને ગ્રામ્ય પંથકની 253 અરજીઓ પડતર હતી. જેના નિકાલ માટે મામલતદાર સી બી નિનામા, ટીડીઓ હાર્દિક પટેલ, ચીફ ઓફિસર ગીરીશ સરૈયા અને નાયબ મામલતદાર હસમુખ મારવાણીયા સહિતના અધિકારીઓના સાર્થક પ્રયાસને પગલે ત્રણ વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.
માળિયામાં ફૂડ સિક્યુરીટીની પડતર 359 અરજીનો નિકાલ - Morbi
મોરબીઃ માળિયા શહેરી અને ગ્રામ્ય પંથકમાં નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ વર્ષ 2016થી કરવામાં આવેલી અરજીઓ પેન્ડિંગ હતી. જેના નિકાલ માટેની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. જેમાં કુલ 359 અરજીઓનો નિકાલ કરાયો છે.
morbi
તેમજ હવેના સમયમાં આવનારી અરજીઓનો પણ સમયસર નિકાલ થઇ શકે તે માટે અધિકારીઓએ કટીબદ્ધતા દાખવી છે.