- ટંકારા પંથકમાં બાળક સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા ઝડપાયા
- ચાર કિશોરની પોલીસે અટકાયત કરી કોરોના સેમ્પલ લેવામાં અવ્યા
- ઓનલાઈન શિક્ષણના નેટમાંથી અશ્લીલ વીડિયોના રવાડે ચડ્યા હોવાનો ખુલાસો
મોરબીઃ ટંકારા પંથકમાં બાળક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા 4 કિશોરની પોલીસે અટકાયત કરી કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં રિપોર્ટ આવ્યા બાદ જ પોલીસ ધોરણસરની કાર્યવાહી હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી કરશે.
4 કિશોરની અટકાયત કરી કોરોના ટેસ્ટ
ટંકારા પંથકમાં 10 વર્ષના બાળક સાથે 4 કિશોરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ તેનો વીડિયો વાયરલ કર્યાના પ્રકરણે ભારે ચકચાર મચાવી છે. આ મામલે પ્રોબેશનલ એએસએપી અભિષેક ગુપ્તાએ તપાસ ચલાવીને ચારેય કિશોરોની પોલીસે અટકાયત કરી હતી. તેમના સેમ્પલ લઈને કોરોના ટેસ્ટ કરાવવા માટે મોકલ્યા છે.
ઓનલાઈન શિક્ષણના કારણે અશ્લીલ વીડિયોના રવાડે ચડ્યા હોવાનો થયો ખુલાસો
પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે, શાળાઓ બંધ હોવાથી કિશોરોએ ઓનલાઈન શિક્ષણ મેળવવા માટે મોબાઈલમાં નેટ શરૂ કરાવ્યું હતું અને તેઓ અશ્લીલ વીડિયો જોવાના રવાડે ચડી ગયા હતા. જે બાદમાં એક દિવસ તેઓ ક્રિકેટ રમવા જતા હતા, ત્યારે ભાન ભૂલીને બાળક સાથે આ કૃત્ય આચર્યું હતું. હાલ આ મામલે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.