ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીની મચ્છુ-2 ડેમમાં ભરપૂર પાણી છતાં ૧૪ ગામના ખેડૂતો રવિપાકથી વંચિત

ચોમાસાની સીઝન દરમિયાન ખેડૂતો માવઠાના મારના કારણે પરેશાન થયા તો હવે કેનાલના લીધે ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે મોરબીની મચ્છુ ૨ ડેમની કેનાલનું રીપેરીંગ કામ ચાલુ હોય, પરંતુ તે ધીમીગતિએ ચાલતા ખેડૂતોને ઉનાળુ સીઝન માટે પાણી નહિ મળી શકે તેથી મોરબી-માળીયા તાલુકાના ૧૪ ગામોના ખેડૂતો નિરાશ જોવા મળી રહ્યા છે.

મચ્છુ-2 ડેમમાં ભરપૂર પાણી છતાં ૧૪ ગામના ખેડૂતો રવિપાકથી વંચિત
મચ્છુ-2 ડેમમાં ભરપૂર પાણી છતાં ૧૪ ગામના ખેડૂતો રવિપાકથી વંચિત

By

Published : Feb 17, 2020, 7:34 PM IST

મોરબી : માળિયા તાલુકાના વાવડી, બગથળા, બીલીયા, જેપુર, ખેવારીયા, બરવાળા, ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, ખાખરાળા,મોડપર અને લુટાવદર સહિતના ૧૪ ગામના ખેડૂતો માટે કેનાલ બનાવવામાં આવી છે, પરંતુ તેનું લીફટીંગ કામ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે તો સાથે સાથે રીપેરીંગ કામ પણ ચાલુ હોય જેથી ખેડૂતોને સિંચાઈ માટે કેનાલમાંથી પાણી મળતું નથી. તો આગામી સમયમાં ઉનાળુ પાક લેવાનો સમય થઇ જતો હોય છતાં પણ કેનાલમાંથી ખેડૂતોને પાણી નહિ મળી શકે તેવી ભીતિ સેવાઇ રહી છે.


સિંચાઈ વિભાગના અધિકારીના જણાવ્યાં અનુસાર મચ્છુ-૨ સિંચાઈ યોજનાનું લીફ કેનાલનું કામ ચાલી રહ્યું છે. જે હાલ પ્રગતી હેઠળ છે. તે કામ ૩૧-૫-૨૦૨૦ સુધીમાં પૂર્ણ થઇ જશે અને ખેડૂતોને ૪૫૦૦ હેક્ટરમાં સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.


હાલ કેનાલ કેટલાક સ્થળે તૂટી ગઈ છે તો તેમાં માટી પણ ભરાઈ છે અને કેનાલનું લીફટીંગ કામ કાચબા ગતિએ ચાલતા ખેડૂતો ચિતાતુર બન્યા છે. તો તંત્ર દ્વારા કામ પૂર્ણ કરી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે તો હવે જોવાનું રહ્યું છે કે ખેડૂતોને ઉનાળુ સીઝન માટે પાણી મળે છે કે વધુ એક મુશ્કેલી ખેડૂતોને વેઠવી પડશે.

ABOUT THE AUTHOR

...view details