મોરબીના લક્ષ્મીનગરના રહેવાસીઓએ કલેક્ટરને આવેદન પાઠવીને રજૂઆત કરી હતી કે, મોરબીની લક્ષ્મીનગર સોસાયટી, ત્રાજપર ગ્રામ્ય વિસ્તારમાં સરકારી પાણીની પાઈપલાઈન આપવામાં આવી નથી.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સ્થાનિકોએ પાણીની લાઈન આપવા કરી માગ
મોરબીઃ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પીવાના પાણીની લાઈન ન હોવાથી આ મામલે સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાણીની લાઈન આપવાની માંગ
આ વિસ્તારમાં અનુસુચિત જાતિના લોકો રહેતા હોય છે જેથી પીવાના પાણી માટે અનુસુચિત ગ્રાન્ટમાંથી મળવા પાત્ર હોય છે. આ કારણોસર લક્ષ્મીનગર સોસાયટી, ત્રાજપરમાં પાણીની લાઈન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ વિસ્તારમાં પછાતવર્ગ રહેતો હોવાથી પાણી આપવામાં આવતું નથી તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. જેથી આવેદન પત્ર પાઠવીને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.