કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેક ગરીબલક્ષી યોજના છે. પરંતુ આ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ સુધી પહોંચતો નથી. ગરીબો પાસે BPL કાર્ડ નથી. અને મોટર બંગલા તેવા લોકો BPL કાર્ડ ધરાવે છે. જેથી સામાજિક અસમાનતા વધી રહી છે. પરંતુ સુખી સંપન્ન લોકો પાસે BPL કાર્ડ ક્યાંથી આવ્યું તેની તપાસ કોઈ કરતુ નથી, અને આમ સરકારની ગરીબ લક્ષી યોજના નિષ્ફળ જાય છે.
મોરબીમાં BPL કાર્ડની કામગીરીની તપાસ કરવા માંગ
મોરબીઃ સરકારી યોજનાના લાભો ગરીબો સુધી પહોંચતા નથી. મોરબી જિલ્લામાં જરૂરિયાતમંદ લાભાર્થી સુધી BPLનો લાભ પહોંચતો નથી. BPL કાર્ડની કામગીરી સંતોષકારક ના હોવાથી જેની કામગીરીની તપાસણી કરવામાં આવે અને સરકારી યોજના સફળ થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
સ્પોટ ફોટો
BPL કાર્ડ ન હોવાને પગલે ગરીબોને લાભ મળતો નથી. જેથી સરકારની યોજના સફળ બનાવવા માટે BPL કાર્ડની તપાસણી અને ફરીથી ગણતરી કરી ગરીબોને લાભ મળે તે માટે મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.