ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાકબંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગ પર પ્રતિબંધ

મોરબીઃ ચૂંટણીઓ નિષ્પક્ષ, મુકત અને ન્યાયી વાતવરણમાં યોજી શકાય તે માટે ભારતના ચૂંટણીપંચ તરફથી મળેલી વખતો વખતની સુચનાઓ - સ્પષ્ટતાઓને ધ્યાને લઈ આ લોકસભાની સમાન્ય ચૂંટણી અનુસંધાને અનુસરવાની આદર્શ આચાર સંહિતાની અમલવારી કરવા મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તરફથી વિસ્તૃત સુચનાઓ થઈ આવેલ છે. જે પૈકી સરકારી, અર્ધસરકારી પંચાયતના વિશ્રામગૃહ - ડાકબંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગ પર નિયંત્રણો મુકવામાં આવેલ છે.

ડાકબંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગ પર પ્રતિબંધ

By

Published : Apr 19, 2019, 3:57 PM IST

જેને ધ્યાને લઈ ભારતના ચૂંટણીપંચ તરફથી આપવામાં આવેલી આચારસંહિતા બાબતની સુચનાઓની ચુસ્ત અમલવારી થઈ શકે તે માટે મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.માકડીયાએ એક જાહેરનામા દ્વારા મોરબી જિલ્લામાં તા.30/05/2019 સુધી કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

આ જાહેરનામામાં જણાવ્યાં પ્રમાણે મોરબી શહેર સહિત તમામ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં આવેલ સરકારી,અર્ધસરકારી આરામગૃહો,ડાકબંગલાઓ,વિશ્રામગૃહ તથા સરકારી રહેણાંકનો તેની સાથે જોડાયેલ આંગણ,કમ્પાઉન્ડ સહિત કોઈ રાજકીય પક્ષના હોદેદારો,ચૂંટણી લડતા ઉમેદવારો તેમના ચૂંટણી એજન્ટોએ રાજકીય હેતુસર કે ચૂંટણી વિષયક કે ચૂંટણી પ્રચાર પ્રસારના હેતુસર ઉપયોગ કરવા પર,વિશ્રામગૃહ,અતિથિગૃહ,ડાંકબંગલાના સ્થળે રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મિટીંગ યોજવા પર,તથા આવા આવાસના કંમ્પાઉન્ડમાં રાજકીય ચૂંટણી હેતુ માટે ઉપયોગમાં લેવાના વાહનો પાર્કીગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

આ ઉપરાંત ચૂંટણી પ્રચાર હેતુ માટે આવતા કોઈપણ મહાનુભાવોને મતદાન પુરું થવાના 48 કલાક પહેલા વિશ્રામગૃહ,અતિથિગૃહ વગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવે છે,પરંતુ જે રાજકીય પદાધિકારીઓને ઝેડ કક્ષાની કે રાજયના કાયદાની જોગવાઇ અનુસાર સમાન કે તેથી વધુ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવેલ હોય તેમને વિશ્રામગૃહ-અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે,સિવાય કે આવો રૂમ ચૂંટણી ફરજ પર નિમાયેલ અધિકારી - નિરિક્ષકને અગાઉથી ફાળવવામાં આવેલ ન હોય.પરંતુ આવી ઝેડ સ્કેલની સીક્યુરીટી ધરાવતા રાજકીય પદાધિકારી વિશ્રામગૃહ - અતિથિગૃહમાં રહે તે દરમિયાન કોઇપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ હાથ ધરવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

ABOUT THE AUTHOR

...view details