ફરિયાદી પ્રજાપતિ ટ્રેડીંગ કંપનીના મનસુખભાઈ ઓધડભાઈ પ્રજાપતિ માર્કેટિંગ યાર્ડ હળવદ વાળાએ અંશ એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાઈટર અશોકભાઈ ગાંડાલાલ બાપોદરીયાને ખેત ઉત્પાદનની ચીજવસ્તુનું વેચાણ કર્યો હતો જેના બાકી લેણા પેટે રૂપિયા 21,68,015 ચેક રીટર્ન થતા મનસુખભાઈ ઓધડભાઈએ હળવદ કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 135 અને 142 મુજબ ફરિયાદ નોંધાવી હતી. બીજા કેસની હકીકત મુજબ ફરિયાદી કોઠારી કૃપાલ અનીલકુમાર માર્કેટિંગ યાર્ડ હળવદ વાળાએ અંશ એન્ટરપ્રાઈઝના અશોકભાઈ બાપોદરિયા સામે રૂપિયા 18,75,846 ચેક રીટર્ન કેસમાં ફરિયાદ કરી હતી.
ચેક બાઉન્સ થતાં 1 વર્ષની કેદ સાથે બમણી રકમ ચુકવાનો હળવદ કોર્ટનો આદેશ - પ્રજાપતિ ટ્રેડીંગ કંપની
હળવદ:મોરબી જિલ્લાના હળવદમાં ચેક રીટર્નના બે કેસોમાં સજા ઉપરાંત બે ગણી રકમ ચુકવવા કોર્ટો આદેશ આપયો હતો.હળવદ માર્કેટિંગ યાર્ડના ચર્ચાસ્પદ કેસમાં અંશ એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાઈટર અશોકભાઈ બાપોદરીયાને ચેક રીટર્નના બે કેસમાં એક વર્ષની કેદની સજા અને બે ગણી રકમ વળતર પેટે ચુકવવા હળવદ કોર્ટે હુકમ કર્યો હતો
બંને કેસ હળવદની કોર્ટમાં ચાલી રહ્યો હતો જેમાં દસ્તાવેજી પુરાવો અને મૌખિક પુરાવા અને આર્પોઈ તરફે દસ્તાવેજી પુરાવા ઉપરાંત સાહેદ રણછોડભાઈ લાલજીભાઈ તેમજ આરોપી તરફે વકીલ ડી એચ પંડ્યાની દલીલોને પગલે ફરિયાદી પ્રજાપતિ ટ્રેડીંગ કું ના મનસુખભાઈ ઓધડભાઈ પ્રજાપતિ કેસમાં આરોપી અંશ એન્ટરપ્રાઈઝના અશોકભાઈને 12 માસની કેદ અને બે ગણી રકમ રૂપિયા 43,36,030 ચુકવવાનો આદેશ કર્યો હતો.તેમજ ફરિયાદી કોઠારી કૃપાલના કેસમાં અંશ એન્ટરપ્રાઈઝના અશોકભાઈને 12 માસની કેદ અને બે ગણી રકમ રૂપિયા 37,51,692 રૂ ચુકવવા કોર્ટે હુકમ કર્યો હતો.