મોરબીઃ વાંકાનેર તાલુકાના દલડી ગામ નજીક આવેલ રેલવેે યાર્ડ પાસે યુવક અને યુવતીએ સજોડે ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા (Couple Suicide in Morbi) કરી લીધી હતી. બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. બનાવની જાણ થતા વાંકાનેર રેલવે પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી જઈને વધુ તપાસ (Morbi Crime 2022) હાથ ધરી છે.
બે માસ બાદ હતાં લગ્ન
વાંકાનેરના દલડી ગામ નજીક રેલવેે યાર્ડ પાસે યુવક અને યુવતીએ સજોડે ટ્રેન હેઠળ કુદી આત્મહત્યા કરી (Couple Suicide in Morbi) લીધી હતી. બનાવને પગલે વાંકાનેર રેલવેે પોલીસના ઇન્દ્રજીતસિંહ ઝાલા સહિતની ટીમે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી હતી. આ બનાવમાં પોલીસ (Morbi Crime 2022) પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાન ગાંગીયાવદર ગામના વિજય ગોરધનભાઈ ગોંડલીયા (ઉ.વ.૨૬) અને યુવતી થાન તાલુકાના ઉંડવી ગામની ફાલ્ગુની મંછારામ ગોંડલીયા હોવાનું જાણવા મળ્યું છે. આ યુવક અને યુવતીની સગાઇ થઇ ચુકી હતી અને બે માસ બાદ લગ્ન નિર્ધાયા હતાં. દરમિયાન યુવક અને યુવતી ઘરેથી નીકળી ગયા બાદ ટ્રેન હેઠળ પડતું મુકીને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે.