મોરબીમાં કોરોનાનો ભરડો વધ્યો, વધુ 3 કેસ આવ્યાં પોઝિટિવ - Corona
મોરબી શહેરમાં કોરોના હાહાકાર જોવા મળી રહ્યો છે અને આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ અગાઉ ત્રણ કેસ નોંધાયાં બાદ વધુ ત્રણ કેસ સાથે કુલ આંક છ પર પહોંચ્યો છે તો મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૩૯ કેસ નોંધાઈ ચૂક્યાં છે
મોરબીઃ મોરબી શહેરમાં આજે ત્રણ કેસ બપોર સુધીમાં નોંધાયા હતાં, તે ઉપરાંત મોરબીમાંથી ગઈકાલે છ શંકાસ્પદ દર્દીના સેમ્પલ અને અન્ય રૂટિંગ સેમ્પલ લેવાયાં હતાં જેમાં ત્રણ દર્દીના રીપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. જેમાં મોરબીના માધાપરના ૬૦ વર્ષના વૃદ્ધા, મોરબીના પારેખ શેરીના રહેવાસી ૩૩ વર્ષના યુવાન અને બેલા ગામે ક્લિનિકમાં પોઝિટિવ આવેલ ડોક્ટરના સંપર્કમાં આવેલ અવની ચોકડી વિસ્તારના ૩૦ વર્ષના યુવાન એમ ત્રણ કેસ પોઝીટીવ આવ્યાં છે. આ કેસો નોંઘાવા સાથે મોરબી શહેરમાં વધુ ત્રણ કેસ સાથે કુલ છ પોઝિટિવ કેસ નોંધાયા છે અને મોરબી જિલ્લામાં કુલ 39 કેસો થયાં છે.