જિલ્લામાં એક યુવતીએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી સલીમ મિયાણા આ યુવતીને કામના બહાને બહાર લઇ ગયો હતો અને મોરબીના જૂના બસ સ્ટેન્ડથી તેને ગાડીમાં બેસાડી બાદમાં ગુંગણ ગામ જવાના રસ્તે ગાડી લઈને ત્યાં યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ ધમકી આપી હતી. જે બનાવને પગલે તાલુકા પોલીસે દુષ્કર્મ અંગેનો ગુનો નોંધી આગળની વધુ તપાસ તાલુકા PSI એમ વી પટેલ ચલાવી રહ્યા છે.
મોરબીમાં દુષ્કર્મ કર્યા બાદ ધમકી આપનારો શખ્સ ઝડપાયો
મોરબી: યુવતીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરીયાદ દાખલ કરી છે. જેને લઇને પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં દુષ્કર્મ ગુજાર્યો હોવાની વધુ એક ફરીયાદ દાખલ
આ ગુનાનો આરોપી નાસ્તો ફરતો હતો જેને પોલીસ ઝડપી લીધેલ છે અને ગુનામાં ઉપયોગ કરી ધમકી આપતી વખતે ઉપયોગમાં લીધેલા તમામ સાધનો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વિશાલા હોટલ પાસે ટાયર પંકચરની દુકાન ચલાવે છે અને આરોપી રીઢો ગુનેગાર હોય જેની સામે ભુજમાં હત્યા, સુરેન્દ્રનગરમાં હત્યાનો પ્રયાસ અને મોરબી જીલ્લામાં 10 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. ઝડપાયેલ આરોપીને કોર્ટમાં રજૂ કરતા એક દિવસના પોલીસને રિમાન્ડ પર સોંપવામાં આવ્યો છે.