ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેરના સિટી PI પર હુમલો કરનારા 33 સ્ત્રી-પુરુષોના ટોળા વિરુદ્ધ ફરિયાદ

ખાંભાળા (Khambhala)માં પવનચક્કી મામલે વાંકાનેર સિટી PI (Vankaner City Police Inspector) તપાસ અર્થે ગયા હતા ત્યારે ટોળાએ પોલીસ ઇન્સ્પેક્ટર (Police Inspector) પર હિચકારો હુમલો કરી દીધો હતો. આ મામલે સિટી PIએ 25 નામજોગ તેમજ 3 અજાણ્યા પુરુષ અને 5 અજાણી મહિલાઓ સહિત 33 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વાંકાનેરના સિટી PI પર હુમલો કરનારા 33 સ્ત્રી-પુરુષોના ટોળા વિરુદ્ધ ફરિયાદ
વાંકાનેરના સિટી PI પર હુમલો કરનારા 33 સ્ત્રી-પુરુષોના ટોળા વિરુદ્ધ ફરિયાદ

By

Published : Oct 26, 2021, 6:05 PM IST

  • પવનચક્કી મામલે તપાસે ગયેલા સિટી PI પર હુમલો
  • સિટી PIએ 25 નામજોગ તેમજ 3 અજાણ્યા પુરુષ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
  • PIને મારમારી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી

મોરબી: વાંકાનેર (Vankaner) તાલુકાના ખાંભાળા ગામમાં પવનચક્કી મામલે અરજી મળતા વાંકાનેર સિટી PI (Vankaner City Police Inspector) તપાસ અર્થે ગયા હતા ત્યારે ટોળાએ પોલીસ ઇન્સ્પેકટર પર હિચકારો હુમલો (Attack On Police Inspector) કરી દીધો હતો જે બનાવ મામલે સિટી PIએ 25 નામજોગ તેમજ 3 અજાણ્યા પુરુષ અને 5 અજાણી મહિલાઓ સહિત 33ના ટોળા વિરુદ્ધ ફરજમાં રૂકાવટ કરી મારમારી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

પવનચક્કીની અરજી તપાસમાં ગયેલ PI પર હુમલો થયો હતો

વાંકાનેર સિટી PI બી.જી. સરવૈયાએ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે કે પોલીસ ટીમ અરજદાર કિનટેક સિનર્જી લિમિટેડની તા. 23-10ની અરજી તપાસમાં ખાંભાળા ગામે તપાસમાં ગઈ હતી, ત્યારે આરોપીઓને પૂછતા આરોપીઓએ કહેલું કે શું ફરિયાદ છે? શું ગુન્હો છે? જે અંગે PI સરવૈયાએ પવનચક્કી ઉભી થાય તો તમને લોકોને શું વાંધો છે? તેવું પૂછતા આરોપીઓએ ઉશ્કેરાઈ ગયા હતા.

PIને જાનથી મારી નાંખવાની ધમકી

ત્યારબાદ આરોપીઓએ લાકડીઓ સાથે આવી અસભ્ય વર્તન કરીને આરોપી રમેશ હઠાએ લાકડી વડે PI સરવૈયાને માથાના ભાગે ઘા મારી ઈજા કરી હતી અને PIનો કાઠલો પકડી લઈને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, તેમજ કાયદેસર ફરજમાં રૂકાવટ કરી હતી.

25 નામજોગ જ્યારે 3 અજાણ્યા પુરુષ અને 5 અજાણી સ્ત્રીઓ સામે ફરિયાદ

વાંકાનેર સિટી પોલીસે PIની ફરિયાદને આધારે આરોપીઓ રમેશ હઠાભાઈ, મોના જીવણ, ગોપાલ મોના, મોમ જીવણ, કાના હમીર, તેજ જીવણ, ગુણા મોમ, રામ ઉર્ફે ઉકો તેજા, ગુણા મોના, ધના થોભણ, માધા ભારાભાઈ, રમેશ મશરૂભાઈ, મૈયા પાચાભાઇ, છેલા ધારાભાઇ, વરવા પાચાભાઇ, રાજુ ધારા, ભૂપત ભલા,બાબુ ભલા, બાલા કારા, જગા હમીર, છેલા મૂળા, પાંચા મૂળા, રણછોડ મોના, જીતા મોમ, નાનું થોભણ તેમજ 3 અજાણ્યા પુરુષ અને 5 અજાણી સ્ત્રી તમામ રહે ખાંભાળા, તેમણે મારમારી કાયદેસર ફરજમાં રૂકાવટ કર્યા અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: યુવતી સાથે છેડતી પ્રકરણમાં બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ જિતેન્દ્ર વાંસિયા સસ્પેન્ડ

આ પણ વાંચો: ગૃહ વિભાગની સ્પષ્ટતાઃ પોલીસને 7મા પગાર પંચ મુજબ જ પગાર મળે છે, સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવનારા સામે થશે કાર્યવાહી

ABOUT THE AUTHOR

...view details