ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના રવાપર ગામે સરકારી જમીન હડપવાનો કિસ્સો, પોલીસ ફરિયાદ નોંધાઇ - gujaratinews

મોરબી: શહેરના પોશ વિસ્તાર એવા રવાપર ગામની કીંમતી સરકારી જમીન હડપ કરવાનો કારસો રચવામાં આવ્યો હતો. જેમાં એક શખ્શે સરકારી અધિકારીની ખોટી સહી અને સિક્કાનો ઉપયોગ કરી ખોટું રેકર્ડ ઉભું કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

મોરબી: રવાપર ગામે સરકારી કીમતી જમીન હડપ કરવાનો કારસો રચાયો

By

Published : Jun 20, 2019, 9:20 AM IST

આ બનાવની મળતી માહિતી મુજબ મોરબીની મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ઉમર સુમરાએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી કમલેશ બોપલીયાએ મોરબીના રવાપર ગામની સરકારી ખરાબા સર્વે નં-56 અને 58ની નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવી આપવા અંગે ચાર હુકમો તેના નામે થયેલા છે. જે હુકમો બનાવટી હોવાથી ક્રમ નં-1નો હુકમનિવાસી અધિક કલેક્ટર મોરબીની સહીથી કરવામાં આવ્યો છે. જે કલેક્ટર કચેરીના રેકર્ડમાં ખરાઈ કરતા હુકમ બનાવટી છે. ક્રમ નં-2 થી 4ના હુકમો બનાવટી હોવા અંગે પ્રાંતં અધિકારી, મામલતદાર મોરબીના રેકર્ડ પરથી ખરાઈ કરતા બનાવટી હોવાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

રવાપર ગામના સર્વે નં-58 સરકારના નામે ચાલે છે, જેના બનાવટી હુકમ મુજબ રવાપર ગામ દફતરે હક્ક પત્રમાં નોંધ પાડી અમલવારી કરવામાં આવેલ નથી. જેથી આરોપી કમલેશ બોપલીયાએ મોરબી તાલુકાના રવાપર ગામના સર્વે નં-56અને 58ની જમીનના ખોટા બનાવટી હુકમો પોતાના નામે તૈયાર કરાવડાવી તેમાં સરકારી સંબંધિત અધિકારીઓની ખોટી સહીઓ અને સિક્કાઓ કરી ખોટું સરકારી રેકર્ડ ઉભું કરી સરકારી ખરાબાની જમીન કોઈને વેચી દઈને આર્થિક ફાયદો મેળવવા ખોટું રેકર્ડ ઉભું કરી ગુન્હો આચર્યો હોવાનું જણાવ્યું છે. બી ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ PI આઈ. એમ. કોઢિયા ચલાવી રહ્યા છે.

આ ફરિયાદમાં નાયબ મામલતદારે જણાવ્યું છે કે, નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવા માટેના ચાર ખોટા હુકમો કરવામાં આવ્યા હતા. જેમાં આરોપીએ નિવાસી અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી મોરબી અને બે હુકમમાં મામલતદાર મોરબીની ખોટી સહી અને સિક્કાનો ઉપયોગ કરીને હુકમો કરવામાં આવ્યા છે. જોકે રેકર્ડમાં ખરાઈ કરતા હુકમો બનાવટી હોવાનો ભાંડો ફૂટ્યો હતો અને હવે પોલીસ ફરીયાદને પગલે પોલીસે ધોરણસરની તપાસ ચલાવી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details