ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં નજીવી બાબતે મારામારીની પોલીસ ફરિયાદ - mrb

મોરબીઃ તાલુકાના જાંબુડિયા ગામે મારામારી બાદ સામસામી ફરિયાદ નોંધાઈ છે. ભડિયાદ ગામે થયેલી મારામારી અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સ્પોટ પોટો

By

Published : Mar 26, 2019, 10:51 AM IST

મોરબીના નવા જાંબુડિયા ગામના રહેવાસી સંજયકાલેસરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમની દીકરી હેતલ ઘરની ડેલીમાં વાસણ માંજતી હતી ત્યારે આરોપી જયેશ ધોળકીયા અપશબ્દ બોલતો હતો. તેને સમજાવવા જતા આરોપી જયેશ ધોળકીયા, મેહુલ પાટડીયા, દયાલ પાટડીયા, નીતિન અને કાનજી ધોળકીયાએ લાકડા અને ધોકા વડે મારામારી કરી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

સામે જયેશ ધોળકીયાએ ફરિયાદ કરી છે કે, આરોપી સંજયેવંડી પર કપડા સુકવવા બાબતે બોલાચાલી થતા તેનો ખાર રાખી ઝઘડો કરી લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

બીજા એક બનાવમાં મોરબીમાં રહેતા ભરત ચૌહાણે ફરિયાદ નોંધાવી છે કે, તેઓ નદીથી નાહીને પરત આવતા હતા, ત્યારે આરોપી રમેશ, કરશન સોઢા, કાંતિ પરમાર તેમજ એક અજાણ્યા ઇસમે વિના કારણે ગાળો આપતા ફરિયાદીએ ના કહેતા માર મારી ઈજા પહોંચાડી છે, તેમજ તેની સાથે રહેલા સંજયને પગમાં ફ્રેકચર જેવી ઈજા કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details