ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના પીપળી ગામે ભાગીદારો વચ્ચે નોંધાઈ મારામારીની ફરિયાદ

મોરબીઃ મોરબીના પીપળી ગામે ભાગીદારો વચ્ચે માથાકૂટ થયા બાદ 4 શખ્સોએ યુવાનને માર મારી ઈજા પહોંચાડી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

પીપળી ગામે ભાગીદારો વચ્ચે મારામારીની ફરિયાદ

By

Published : May 4, 2019, 11:45 AM IST

મોરબીના અંજની પાર્કના રહેવાસી યોગેશ કાન્તિલાલ અગોલા નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ઉત્તમ નંદલાલ ઠોરીયા, નંદલાલભાઈ ધરમશીભાઈ ઠોરીયા, મહેશ રામજીભાઈ ઠોરીયા અને કરણ પ્રવીણભાઈ દલસાણીયા એમ 4 શખ્શોએ તેને માર માર્યાની ફરિયાદ નોંધાવી છે.જેમાં ફરિયાદીને આરોપી સાથે ભાગીદારીના ધંધામાં મનદુઃખ હોય અને ધંધાનો વહીવટ મોખિક અલગ કરેલ અને ફરિયાદીએ કરપ્શન કર્યાની શંકા રાખીને ઢીકા પાટું માર મારી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

એક સમયે ધંધાની ભાગીદારી રાખતા શખ્શો વચ્ચે થયેલી મારામારી પગલે ગામમાં થોડીવાર માહોલ ગરમાયો હતો અને આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ત્યારે હવે પોલીસે કાયેદસરની તપાસ ચલાવી છે.

ABOUT THE AUTHOR

...view details