મોરબી સેતુબંધ ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ કાન્તિલાલ બાવરવાએ સીએમને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ' ગુજરાત રાજ્યમાં લોકોને જ્યારે સંપતિની લે-વેચ કરવાની થાય છે. ત્યારે સરકાર તરફથી તેમાં સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવે છે. જે ડ્યુટીના હાલના દર ખુબ જ વધારે છે. જેના કારણે મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર કે ધંધા માટેની જગ્યા કે જમીન ખરીદી કરતી વખતે વધુ સ્ટેમ્પ ડ્યુટી આપવી પડે છે. આમ વધુ વ્યાજ દરના કારણે લોકો મુશ્કેલી અનુભવે છે.
મોરબીના નાગરિકે સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવા માટે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર
મોરબી: જિલ્લાના એક જાગૃત નાગરિકે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવા માટે રજૂઆત કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, હાલમાં મધ્યપ્રદેશ સરકારે ખુબ જ સારો નિર્ણય લઈને નાના તેમજ મધ્યમ આવક ધરાવતા લોકો માટે રાહત આપી છે. જેથી અમારી માંગણી છે કે, ગુજરાત રાજ્યમાં પણ આવો સુધારો કરીને નાના તેમજ મધ્યમ આવક ધરાવતા લોકોને રાહત આપવામાં આવે. તેઓને ઘરના ઘરનું સ્વપ્ન તેમજ પોતાના ધંધાની જગ્યા ઘરની લેવામાં મુશ્કેલી ન પડે અને પોતાનું ઘરનું ઘર લઈ શકે. આમ કે. ડી. બાવરવા નામના સ્થાનિકે સીએમ રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરી છે. જોવાનું એ છે કે સરકાર આ જાગૃત નાગરીકની અપીલ ક્યારે સાંભળે છે ?