ગુજરાતની તમામ લોકસભા બેઠક પર ૨૩ એપ્રિલે મતદાન યોજાનાર છે, ત્યારે ઓદ્યોગિક રીતે વિકસિત મોરબીમાં નાયબ નિયામક ઓદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય મોરબી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ મોરબીમાં આવેલા ધારા, ૧૯૪૮ હેઠળના(ઓદ્યોગિક એકમો) કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ અન્વયે નોંધણી થયેલી સંસ્થાઓ પર કામ કરતા શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે.
મોરબીમાં શ્રમયોગીઓ મતદાન આપી શકે તે માટે પરિપત્ર જાહેર
મોરબી: વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકસભા ચુંટણી એ મહાપર્વથી જરાપણ ઓછું નથી. ત્યારે આ મહાપર્વમાં દેશનો દરેક નાગરિક એટલે કે મતદાતા જોડાય અને પર્વને સાર્થક બનાવી શકાય તે માટે ચુંટણી પંચ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
સ્પોટ ફોટો
જ્યારે મોરબીમાં સિરામિક એકમોમાં ૨૪ કલાક ઉત્પાદન પ્રક્રિયા ચાલતી હોય છે. તેવા સંજોગોમાં કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ/ કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન ત્રણથી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઇ કારખાનેદાર, માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઇથી વિરૂધ્ધનું વર્તન કરશે, તો આ કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.