આ બનાવની મળતી વિગત મુજબ હળવદ તાલુકના સુખપર ગામે રહેતા શામજી જહા કણઝારીયા ગત તારીખ 14ના રોજ હળવદની સરા ચોકડી ખાતે પ્રસગમાં જમવા આવ્યા હતા, ત્યારે તેમનું GJ06 C.J 8177 નબરનું બાઈક કીમત રૂપિયા 15,000 કોઈ ચોરી ગયું હતું, જે અગે હળવદ પોલીસમથકે ગુનો નોંધાયો હતો.
હળવદમાં ચોરી કરાયેલું બાઈક અને આરોપીની ધરપકડ
મોરબીઃ જિલ્લાના હળવદની સરા ચોકડી નજીકથી રૂપિયા 15 હજારની કિંમતનું બાઈક ચોરી થયું હતું, જેને મોરબી એલ.સી.બી એ ચોરી કરનાર શખ્સેને બાઈક સાથે ઝડપી પાડ્યો હતો.
હળવદમાં ચોરી થયેલું બાઈક અને આરોપીની ધરપકડ
જેમાં જિલ્લા પોલીસ વડા દ્વારા ચોરીના ગુના શોધી કાઢવા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. PI વી.બી.જાડેજાની સુચનાથી તેની ટીમ આશીફ અને નીરવ પેટ્રોલીગમાં હતા, ત્યારે મળેલી બાતમીના આધારે ગીરીશ ધનજી કોળી રહે. વાઘપર (પીલુડી ) વાળાને ચોરી ગયેલ બાઈક સાથે મોરબી-માળિયા હાઈવે પરથી ઝડપી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ શખ્સ કેટલા સમયથી ચોરી કરતા અન્ય કોઈ ગુનામાં સડોવાયેલો છે, કે નહી તેમજ આની સાથે બીજું કોઈ જોડાયેલું છે, કે નહી તેની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.