ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય ચેતના-રાષ્ટ્રભાવ-સ્વતંત્રતાનો ઇતિહાસ ઉજાગર કાર્યક્રમો યોજાયા

આઝાદી કા અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણી શુક્રવારના રોજ સમ્રગ દેશમાં કરવામાં આવી રહી છે. કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં ઐતિહાસિક મહત્વ ધરાવતા ત્રણ સ્થાનો પર રાષ્ટ્રીય ચેતના-રાષ્ટ્રભાવ-સ્વતંત્રતાનો ઇતિહાસ ઉજાગર કરતાં કાર્યક્રમોનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય ચેતના-રાષ્ટ્રભાવ-સ્વતંત્રતાનો ઇતિહાસ ઉજાગર કાર્યક્રમો યોજાયા
મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય ચેતના-રાષ્ટ્રભાવ-સ્વતંત્રતાનો ઇતિહાસ ઉજાગર કાર્યક્રમો યોજાયા

By

Published : Mar 12, 2021, 8:27 PM IST

  • મોરબીમાં ત્રણ સ્થળે યોજાયો અમૃત મહોત્સવ
  • મણીમંદિરમાં ગરિમામય કાર્યક્રમ
  • ગાંધીજી સહિતના સ્વતંત્રતાસેનાનીઓને કરવામાં આવ્યાં યાદ

મોરબીઃ જિલ્લામાં સત્યાગ્રહ અંતર્ગત મણીમંદિર ખાતે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીની અધ્યક્ષતામાં ગરિમામય કાર્યક્રમ યોજાયો. ઐતિહાસિક વોકર કરાર અંતર્ગત મોરબી તાલુકાનું ઘુટું ગામ અનેરુ મહત્વ ધરાવે છે ત્યારે ઘુટું ગામે સવજીકાકા હોલ ખાતે સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન ભરત બોઘરાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નાનાસાહેબ પેશ્વા સમાધિસ્થાન શંકર આશ્રમ અતંર્ગત મોરબી શહેરના ટાઉનહોલ ખાતે સાંસદ મોહનભાઇ કુંડારીયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ઐતિહાસિક મહત્વ ધરાવતા ત્રણ સ્થાનો પર ઉજવણી

અમદાવાદના સાબરમતી આશ્રમથી આ મહોત્સવની શરૂઆત કરવામાં આવી

ઘુટું ગામે ઉપસ્થિત રહેલા સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન ભરત બોધરાએ જણાવ્યું હતું કે, અમદાવાદના સાબરમતી આશ્રમથી આ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વતંત્રતાસંગ્રામમાં મહત્વની ભૂમિકા નિભાવનારું ગુજરાત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની પણ ગરિમાસભર ઉજવણી કરવા કૃતસંકલ્પ છે.

આ પણ વાંચોઃ આજે તે લોકોનો આભાર માનવાનો દિવસ જેના કારણે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ : અનુપમ ખેર

ABOUT THE AUTHOR

...view details