- વાંકાનેરની અંધ-અપંગ ગૌશાળાને દાન આપવા અપીલ
- 1100 અંધ-અપંગ ગાયો નિભાવ કરે છે ગૌશાળામાં
- લોકડાઉન બાદ દાનનો પ્રવાહ ઘટ્યો હોવાથી ગાયોના નિભાવ માટે મુશ્કેલી
- ગૌશાળાના ટ્રસ્ટીઓએ કરી દાતાઓને અપીલ
મોરબીઃજિલ્લાનાવાંકાનેરના જીનપરા વિસ્તારમાં આવેલી અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટ સંસ્થા કાર્યરત છે, જ્યા અંધ અપંગ ગૌ માતા મળીને 1100થી વધુ ગાયનો નિભાવ કરવામાં આવે છે. ગાય માતાને પ્રતિદિન લીલા-સુકા ઘાસ ઉપરાંત ગોળ-ખોળ આપવામાં આવે છે, સાથે નિષ્ણાંત પશુ ચિકિત્સક દ્વારા નિયમિત સારવાર અપાય છે. ગાય માતા માટે આવેલ દાન ખરા સમયે ગાય માતા માટે જ વાપરવું જોઈએ તેવા વિચાર સાથે પ્રમુખ અને ટ્રસ્ટીઓએ વાંકાનેર અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટ દ્વારા બાજુના રાજાવડલા રોડ પર ગૌ માતા માટે આઠ એકર જગ્યામાં 1500થી વધુ ગૌ માતાને સારી રીતે રાખી શકાય તે માટે 17 મોટા પાકા શેડ, વિશાલ ઘાસ ગોડાઉન, પાણી માટે સુંદર અવેડાની વ્યવસ્થા કરવામાં આવી છે.