મોરબીના બોરિયાપાટી આંગણવાડી કેન્દ્રમાં સુપરવાઈઝરે મુલાકાત લીધી હતી. જે દરમિયાન આંગણવાડી કેન્દ્રમાં અપાતા નાસ્તા અને ટેક હોમ રાશન લાભાર્થીને નિયમોનુસાર જથ્થો ન મળવાની ફરિયાદો મળી હતી. જે અંગે ICDS ટીમ દ્વારા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી. જેમાં વર્કર અને હેલ્પરને સરકારી સામાન સાથે છેતરપીંડી કરવા બદલ નોટીસ આપવામાં આવી હતી.
મોરબીમાં આંગવાડી કેન્દ્રના વર્કર અને હેલ્પરનું ફરિયાદો બાદ રાજીનામું
મોરબી:શહેરના આંગણવાડી કેન્દ્રમાં સરકાર દ્વારા અપાતા નાસ્તા અને રાશનમાં અનિયમિતતાની ફરિયાદો મળી હતી. જે મામલે નોટીસ પાઠવ્યા બાદ વર્કર અને હેલ્પર બંનેએ રાજીનામું આપ્યુ છે.
મોરબીમાં આંગવાડી કેન્દ્રના વર્કર અને હેલ્પરે આપ્યું રાજીનામું
પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેની જાણ થતાં વર્કર દ્વારા તમામ પોષણ સામગ્રીનો જથ્થો પરત કરવામાં આવ્યો હતો. નિયમોનુસાર કામગીરી કરવા સક્ષમ ના હોવાથી વર્કર અને હેલ્પર બંને રાજીનામું આપ્યુ હતુ. જેની માનદ સેવા સમાપ્ત કરવામાં આવી છે.