ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં પાક વીમાની યોજના અમલી, છેલ્લી તારીખ 15 અને 31 ઓગસ્ટ - GUJARAT

મોરબીઃ જિલ્લામાં પ્રધાનમંત્રી પાક બીમા યોજના ખરીફ-2016થી અમલમાં છે. આ યોજના અંતર્ગત લાભ લેનારા ખેડૂતોને જુદા-જુદા જોખમો સામે વીમાનું રક્ષણ પૂરૂ પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત ધીરાણ લેનારા તમામ ખેડૂતોને આવરી લેવામાં આવે છે તથા જે ખેડૂતોએ ધીરાણ લીધું ન હોય તેવા ખેડૂતો પણ પ્રિમીયમ ભરી લાભ લઈ શકે છે.

MRB

By

Published : Jul 14, 2019, 12:43 PM IST

મોરબી જિલ્લામાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ખરીફ-2019 સીઝન માટે મોરબી તાલુકામાં મગફળી, એરંડા, તલ, કપાસ (પિયત-બિનપિયત), ટંકારા તાલુકામાં મગફળી, તલ, કપાસ (પિયત-બિનપિયત), વાંકાનેર તાલુકામાં મગફળી, કપાસ (પિયત), હળવદ તાલુકામાં બાજરી, મગ, અડદ, મગફળી, એરંડા, તલ, કપાસ (પિયત-બિનપિયત) તેમજ માળિયા (મિં.) તાલુકામાં બાજરી, મગફળી, એરંડા, તલ, કપાસ (પિયત), કપાસ (બિનપિયત) પ્રમાણેના પાકો નોટીફાઈડ થયેલા છે.

મોરબી જિલ્લાના જુદા-જુદા તાલુકા માટે નોટીફાઈડ થયેલા પાક પૈકી મગફળી, એરંડા, તલ, કપાસ (પિયત-બિનપિયત), બાજરી, મગ, અડદ પાકનો વીમો ઉતારવા ખેડૂતોએ 2 ટકા અને કપાસ(પિયત)માટે 5 ટકા પ્રીમીયમ ભરવુ પડશે. ખરીફ-2019માં મોરબી જિલ્લા માટે યુનિવર્સલ સોમ્પો જનરલ ઈન્‍સ્યોરન્‍સ કંપની વીમા કંપની તરીકે નક્કી કરવામાં આવી છે.

ખરીફ-2019 દરમિયાન પ્રધાનમંત્રી ફસલબીમા યોજનાનો લાભ લેવા માટે અરજી કરવાની છેલ્લી તારીખ મગફળી, તલ,કપાસ(પિયત),કપાસ(બિનપિયત),બાજરી,મગ,અડદ પાક માટે 15 ઓગષ્ટ તથા એરંડા પાક માટે 31 ઓગષ્ટ નક્કી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details