ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાંથી કાર ચોરી કરનારા રાજસ્થાની આરોપીની પોલીસે કરી ધરપકડ - CCTV

મોરબીઃ જિલ્લાના લીલાપર રોડ પર સાધના હાઈટ્સ નજીકથી થોડા દિવસ અગાઉ સ્કોર્પિયો ચોરીની ફરિયાદના આધારે મોરબી એ ડિવીઝન પોલીસે તપાસ કરતા એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના લીલાપર રોડ પરથી ચોરી થયેલ સ્કોર્પિયો ચોરીનો આરોપી ઝડપાયો

By

Published : Jun 18, 2019, 9:06 AM IST

મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના અને DYSP બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ મોરબી એ ડીવીઝન પોલસ મથકના PI આર.જે.ચૌધરીની સુચનાથી PSI એમ.વી.પટેલ સહિતના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મોરબીના લીલાપર રોડ પર સાધના હાઈટ્સ નજીકથી ચોરી થયેલ સ્કોર્પિયો ગાડીની ફરિયાદના આધારે તપાસ કરતા CCTV ફૂટેજ ચેક કરતા સ્કોર્પિયો ગાડી ટ્રકમાં ભરી લઇ ગયા હોવાની શંકાના આધારે મોરબી એ ડીવીઝન પોલીસે અલગ-અલગ બે ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.

લીલાપર રોડ પરથી પસાર તથા ટ્રક તેને રોકી વધુ પૂછપરછ કરતા ટ્રક ચાલક રતનલાલ ગોમારામ જાટ (રહે-રાજસ્થાન) વાળો હોવાનું જણાવ્યું હતું. તે ગાંધીધામ બામણબોર લોખંડના સળિયા ખાલી કરવા જતો હતો ત્યારે તેની સાથે ગામના આરોપી રાજુરામ અમેદરામ જાટ, આશુરમ મંગારામ ગુમનાંરામ જાટ બોલેરો કાર ચોરી કરવા મોરબી આવ્યા હતા, પરંતુ બોલેરો ન મળતા તે લીલાપર રોડ પરથી સ્કોર્પિયો ચોરી કરી ગયા હતા. જેથી મોરબી એ ડીવીઝન પોલીસે રતનલાલ ગોમારામ જાટની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કાર્યવાહીમાં એ ડીવીઝન PI આર. જે. ચૌધરી, PSI એમ. વી. પટેલ, ASI મણીલાલ ગામેતી, રસિકભાઈ કડીવાર, કિશોરભાઈ મિયાત્રા, શેખાભાઈ મોરી, શક્તિસિંહ ઝાલા, રણજીતસિંહ ગઢવી, અજીતસિંહ પરમાર, ભરતભાઈ ખાંભરા અને નિર્મલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details