વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ મેલડી માતાજીના મંદિર નજીકથી ટોકો સિરામિકમાં કામ કરતા શ્રમિક યુવાન મુન્નાભાઈ લલનભાઈ ચોબે નામના યુવાનનું ગળું કાપીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી અને મૃતદેહ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી.
વાંકાનેરમાં યુવાનની હત્યા કરનાર આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીઃ જિલ્લાના વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે શ્રમિક યુવાનનું ગળું કાપી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે હત્યાના આરોપીને ઝડપી લીધો છે. આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
સ્પોટ ફોટો
જે હત્યાના બનાવની સઘન તપાસ ચલાવીને આરોપી કેશુભાઈ રાયસિંગભાઈ કોળીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ બે દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે. જે રિમાન્ડ દરમિયાન હત્યામાં વપરાયેલી કુહાડી કબજે લેવામાં સફળતા મળી છે.