ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી ટીંબડી પાટિયા નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 5 લોકોના મોત

મોરબી પંથકમાં અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે, મોડી રાત્રે ટીંબડી પાટિયા નજીક એક કાર બંધ ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. જે અકસ્માતમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા 5 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા.આ અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત નિપજતા (Five people died in accident)મોરબી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મોરબી ટીંબડી પાટિયા નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 5 લોકોના મોત
મોરબી ટીંબડી પાટિયા નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 5 લોકોના મોત

By

Published : Sep 23, 2021, 6:57 AM IST

Updated : Sep 23, 2021, 7:30 AM IST

  • ભરતનગરથી મોરબી આવતી ટ્રાન્સપોર્ટરની કારને નડયો અકસ્મા
  • કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માંત
  • આકસ્માંતમાં 5 લોકોના મોત

મોરબી (ટીંબડી) : (Morbi)ઉદ્યોગના હરણફાળ વિકાસની સાથે સાથે અકસ્માત ઝોન (Accident zone)બની ગયું છે. અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. જેમાં મોડી બુધવારે સાંજે મોરબી તાલુકાના ટીંબડીના પાટિયા નજીક કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત (Morbi Accident)સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત નિપજતા (Five people died in accident)મોરબી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માતને પગલે ટીંબડી રોડ રક્તરંજીત બન્યો છે. આ બનાવને પગલે મોરબી પોલીસ કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી ગયો છે.

મોરબી ટીંબડી પાટિયા નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 5 લોકોના મોત

અકસ્માતમાં 5ના મોત

મોરબીના ભરતનગર ગામ નજીક ઓફિસ ધરાવતા અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા આનંદ શેખાવત તારાચંદ, બિરજુભાઈ , પવન મિસ્ત્રી સહિતના પાંચ વ્યક્તિ કાર લઈને ભરતનગર ઓફિસથી મોરબી પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે એક બાઇકને બચાવવા જતા કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને સાઈડમાં પડેલ બંધ ટ્રક પાછળ કાર ધડાકાભેર અથડાઈ હતી. જે અકસ્માતમાં કારમાં સવાર આનંદ શેખાવત, તારાચંદ, બ્રિજેન્દ્રભાઈ, દિનેશ ઉર્ફે રાજેશકુમાર અને અશોકભાઈના પાંચ વ્યક્તિને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા.

આ પણ વાંચો:શંખેશ્વરની રૂપેણ નદીના પુલ પર કાર ડિવાઇડર સાથે ટકરાઈ, બેના મોત અને 10 ઈજાગ્રસ્ત

બાઈકચાલકને બચાવવા જતાં અકસ્માત સર્જાયો

પોલીસ તપાસમાં તમામ યુવાનો મોરબી શહેરના ભરતનગરથી આવતાં હતાં અને સામેથી આવતા બાઈકચાલકને બચાવવા જતાં અકસ્માત સર્જાયો હતો. કારચાલક તમામ મૃતક યુવાનો મૂળ રાજસ્થાનના વતની છે અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા છે. બુધવારે 9.30 વાગ્યા આસપાસ યુવકો ભરતનગર ખાતે આવેલ પોતાની ટ્રાન્સપોર્ટની ઓફિસથી નીકળી ગણેશનગર પોતાને ઘેર જઈ રહ્યાં હતાં. આ દરમિયાન 10 વાગ્યા આસપાસ મોરબી- માળિયા હાઈવે પર આવેલ ટીંબડી ગામના પાટિયા પાસે અશ્નમેઘ હોટેલની સામે પાર્ક આ બનાવ બન્યો હતો.

આ પણ વાંચો:ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક મકાનમાં છત પડવાથી 3 લોકોના મોત

બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે

જે બનાવની જાણ થતાં મોરબી જિલ્લા એસપી, ડીવાયએસપી અને સ્થાનિક પોલીસ ટીમો દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવેલ તેમજ પોલીસે બનાવની નોંધ કરી અકસ્માતના બનાવની વધુ તપાસ ચલાવી છે.

  • આ પૂર્વે વડોદરામાં આવી જ એક ઘટના બની હતી

વડોદરા અજવા રોડ પર મિત્રો સાથે વહેલી સવારે સાઇકલિંગ કરવા નીકળેલા વિદ્યાર્થીનું ટ્રકની અડફેટે નિપજેલાં મોત નિપજ્યું હતું માટે સ્થાનિક લોકોએ પાલિકાને જવાબદાર ગણાવ્યું હતું. કેટલી વીર રજૂઆત કરવા છતા પાલિકા દ્વારા આંખ આડા કાન કરે છે. તેની બેદરકારીના લીધે કેટલા મૃત્યું નિપજ્યા છે.

  • સુરતમાં હજિરા રોડ પર મોડી રાત્રે કારનો થયો અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત, 1 ઈજાગ્રસ્ત

સુરતમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટના વધી રહી છે. ત્યારે સુરતના હજિરા રોડ પર આવેલા ઈચ્છાપોર પોલીસ સ્ટેશન પાસે મોડી રાત્રે એક કારનો અકસ્માત થયો હતો, જેમાં 4 લોકોના મોત થયા હતા. જ્યારે એક ઈજાગ્રસ્ત વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો હતો.

  • ઝડપી કાર દ્વારા રાહદારીનું મોત - ચોંકાવનારા CCTV ફૂટેજ

ચેન્નાઈમાં, એક ઝડપી કારએ રસ્તા પર જઈ રહેલા એક વ્યક્તિને ટક્કર મારી હતી, જેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે કેસ નોંધ્યા બાદ કાર ચાલકની ધરપકડ કરી છે. એવું કહેવાય છે કે કડપેરીના તાંબારામનો રહેવાસી અર્જુન (30) એક ખાનગી કંપનીનો કર્મચારી હતો. તે બુધવારે સવારે તંબારામ બસ સ્ટેન્ડ પાસે જીએસટી રોડ પર પગપાળા ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન કાર અર્જુનને ટક્કર મારી હતી. આ તેમના મૃત્યુનું કારણ હતું. આ ઘટનાની જાણ રાહદારીઓ દ્વારા પોલીસને કરવામાં આવ્યા બાદ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે ક્રોમપેટ સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી. તે જ સમયે, પોલીસે પેરુન્ગલાથુરના જયકુમારની ધરપકડ કરી હતી, જે હાઇ સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો. આ ઘટના CCTV માં કેદ થઈ હતી.

Last Updated : Sep 23, 2021, 7:30 AM IST

ABOUT THE AUTHOR

...view details