- અકસ્માતમાં કોરોનાગ્રસ્ત દર્દી સહીત ૩ લોકોના મૃત્યુ
- એક મહિલા ઈજાગ્રસ્ત થતા રાજકોટ સારવારમાં
- પરિવાર વધુ સારવાર માટે અમદાવાદ જઈ રહ્યો હતો
મોરબી: હળવદ તાલુકાના સુંદરગઢ નજીક ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. આ બનાવની વધુમાં મળતી વિગતો મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા અલીમોહમદભાઈ રહેમતુલા અબ્બાસીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર અર્થે તેમને તેમના પરિવારજનો મોરબીથી એમ્બ્યુલન્સમાં અમદાવાદ લઈ જતા હતા. આ એમ્બ્યુલન્સ હળવદના સુંદરગઢ નજીક પહોંચી ત્યારે ત્યાં ટ્રક સાથે એમ્બ્યુલન્સને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.
આ પણ વાંચો:સુરતમાં એક્ટિવા ચાલકને બચાવવા જતા કલેક્ટર કચેરીની દીવાલમાં એમ્બ્યુલન્સ ઘૂસી, 2 લોકો ઇજાગ્રસ્ત