ગુજરાત

gujarat

By

Published : Jul 11, 2020, 10:42 AM IST

ETV Bharat / state

મોરબીમાં એક જ દિવસમાં રેકર્ડબ્રેક 15 પોઝિટિવ કેસ, કુલ આંક 93 પર પહોંચ્યો

મોરબી જિલ્લામાં ગત રવિવારે કોરોનાના સૌથી વધુ 12 કેસ એક જ દિવસમાં નોંધાયા હતા. મોરબી શહેર, ગ્રામ્ય, વાંકાનેર અને હળવદ પંથકમાં એક જ દિવસમાં રેકર્ડબ્રેક 15 કેસ નોંધાયા હતા. જેમાં જિલ્લાનો કુલ આંક 93 થયો છે, તો જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6 દર્દીના કોરોનાને કારણે મોત થયા છે.

મોરબી
મોરબી

મોરબી: જિલ્લામાં શુક્રવારે પણ કોરોનાના 15 નવા કેસો સામે આવ્યા છે. જેમાં બપોરના સુમારે ત્રણ કેસ સામે આવ્યા બાદ વધુ 12 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. જેમાં મોરબીના શનાળા રોડ પરની અરીહંત સોસાયટીના 67 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત હળવદ તાલુકાના ધનાળા ગામના 59 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે વાંકાનેરના વાંકિયા ગામના 60 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ ઉપરાંત મોરબી ખાતેથી લેવાયેલા સેમ્પલના રિપોર્ટ આવતા વધુ નવ કેસ સામે આવ્યા છે. જેમાં મોરબીના યદુનંદન પાર્કના 26 વર્ષના યુવાન, શકત શનાળાના 45 વર્ષના આધેડ, વાવડી રોડ ભોળની વાડીના 29 વર્ષના યુવાન, પુનીતનગરના 30 વર્ષના યુવાન, જેટકો મોરબીના 80 વર્ષના મહિલા, મોરબી વિદ્યુતપાર્કના 55 વર્ષના મહિલા, હરીજનવાસ મોરબીના 55 વર્ષના પુરુષ, શનાળા રોડ વિઠ્ઠલનગરના 83 વર્ષના વૃદ્ધ તેમજ વાંકાનેરના પ્રતાપ ચોકના 27 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આમ, મોરબી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 93 પર પહોંચ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6 દર્દીના મોત થયા છે. તેમજ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે અને સ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે.

ABOUT THE AUTHOR

...view details