- મોરબીમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા
- તાલુકા પોલીસે હત્યા અને દુષ્કર્મની કલમ ઉમેરી તપાસ ચલાવી
- આરોપીને ઝડપી લેવા સીપીઆઈ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ
મોરબીઃ શહેરમાં મજુરી કરતા પરિવારની સાત વર્ષની બાળકીનું કારખાનામાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. બાળકીના માતાપિતા ફેક્ટરીના આઉટ ટેબલ પર કામ કરતા હતા, ત્યારે નજીક રમતી બાળકીનું અપહરણ થયાની ફરિયાદ બાદ પોલીસે તુરંત તપાસ ચલાવી હતી.
બાળકીનો મૃતદેહ સરતાનપર રોડ પરથી મળી આવ્યો
પોલીસ તપાસમાં બાળકીનો મૃતદેહ સરતાનપર રોડ પરથી મળી આવ્યો હતો. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થ રાજકોટ ખસેડ્યા બાદ બાળકી સાથે દુષ્કર્મ આચરી ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું હતું. જેથી પોલીસે હાલ અપહરણના ગુનામાં દુષ્કર્મ અને હત્યાની કલમ ઉમેરી તપાસ આદરી છે. બનાવની વધુ તપાસ સીપીઆઈની ટીમ ચલાવી રહી છે.
મોરબીમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા