ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જિલ્લામાં કોરોનાના વધુ 9 કેસ નોંધાયા, 11 દર્દીઓ સ્વસ્થ - A further 9 cases of corona were reported in Morbi district

મોરબી શહેર અને તાલુકામાં કોરોનાના વધુ નવ કેસ નોંધાતા કુલ કેસનો આંક 223 થયો છે. જ્યારે વધુ એક દર્દીના મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 16 દર્દીના કોરોનાને કારણે મોત થયા છે.

 મોરબી જિલ્લામાં કોરોનાના વધુ 9 કેસ નોંધાયા, 11 દર્દીઓ સ્વસ્થ
મોરબી જિલ્લામાં કોરોનાના વધુ 9 કેસ નોંધાયા, 11 દર્દીઓ સ્વસ્થ

By

Published : Jul 26, 2020, 12:56 PM IST

મોરબીઃ શહેર અને તાલુકામાં કોરોનાના વધુ નવ કેસ નોંધાતા કુલ કેસનો આંક 223 થયો છે. જ્યારે વધુ એક દર્દીના મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 16 દર્દીના કોરોનાને કારણે મોત થયા છે.

મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસમાં મહેન્દ્રનગર ગામે ધર્મશક્તિ સોસાયટીના 52 વર્ષના મહિલા, માધાપરના 30 વર્ષના મહિલા, ગ્રીન ચોકના 48 વર્ષના પુરુષ, વિસીપરાના 70 વર્ષના મહિલા, રામકૃષ્ણનગરના 53 વર્ષના મહિલા, રવાપર રોડ કેશરીનંદન એપાર્ટમેન્ટના 40 વર્ષના પુરુષ, નીચી માંડલ ગામના 60 વર્ષના પુરુષ, જેપુરના 33 વર્ષના પુરુષ અને મોરબીના શક્તિ પ્લોટના 55 વર્ષના પુરુષ એમ 9 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

મોરબી જિલ્લામાં કોરોનાના વધુ 9 કેસ નોંધાયા, 11 દર્દીઓ સ્વસ્થ

તો વધુ 11 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જયારે એક દર્દીનું મૃત્યુ થયું છે. મોરબીના વાવડી રોડના રહેવાસી 72 વર્ષના પુરુષનો 18 તારીખના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે દર્દીનું સારવાર દરમિયાન મોરબી સિવિલમાં મોત થયું છે નવ કેસ સાથે જિલ્લામાં કુલ કેસનો આંક 223 થયો છે. જેમાં 68 એક્ટિવ કેસ છે. તો 139 દર્દીઓ સ્વસ્થ થયા છે. જયારે જિલ્લામાં કુલ 16 દર્દીના મોત થયા છે.

ABOUT THE AUTHOR

...view details