ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં ક્લીનીક ચલાવતો બોગસ ડૉક્ટર ઝડપાયો

મોરબીઃ પંથકમાં બોગસ તબીબ ઝડપાયો છે. ડીગ્રી વગર ક્લીનક ચલાવતો હોવાથી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

By

Published : May 30, 2019, 3:03 AM IST

hd

મોરબી જીલ્લા એસપી ડો. કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં મેડીકલ ડીગ્રી વગર કલીનીક ચલાવતા ઇસમોને ઝડપી લેવા એસઓજી PSI એન. સાટીના માર્ગદર્શન હેઠળની ટીમ પેટ્રોલિંગ હતી. જે દરમિયાન ઘૂટું પીએચસીના ડો. વત્સલ મેરજાને સાથે રાખીને એસઓજી ટીમે ઉંચી માંડલથી તલાવીયા શનાળા ગામ તરફ જતા રોડ પર લેવીસ ગ્રેનાઈટો કારખાના સામે આવેલ શિવ કલીનીક નામનું દવાખાનામાં તપાસ કરી હતી.

કોઈપણ સર્ટીફીકેટ કે ડીગ્રી વગર આરોપી મેહુલ રતિલાલ બોસમીયા જાતે ખત્રી (ઉ.વ.33) રહે અમરેલી હાલ ઉંચી માંડલ તા. મોરબી વાળો શિવ કલીનીક દવાખાનું ચલાવી મેડીકલ પ્રેકટીશ કરતો હોવાનું સામે આવ્યું હતું. દવાખાનામાં સારવાર માટે આવતા બીમાર દર્દીઓને દવાઓ આપી તેમજ દવાખાનામાં દવાનો જથ્થો અને સાધનો સહીત કુલ રૂ 767 નો મુદામાલ જપ્ત કરી આરોપી સામે મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ 30 , 33 મુજબ ધોરણસરની કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

ABOUT THE AUTHOR

...view details