પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલી કૉર્ટમાં આજે એક યુવાને ઝેરી દવા પી લીધી હતી. દવાની અસરના પગલે યુવાન બેભાન થઈ ગયો હતો. બાદમાં યુવાનને લાલબાગ 108ની ટીમ દ્વારા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો.
મોરબી કૉર્ટ પરિસરમાં યુવાનનો આપઘાતનો પ્રયાસ
મોરબીઃ એક યુવાને કૉર્ટ પરિસરમાં દવા પીને આપઘાતનો પ્રયાસ કરતાં થોડીવાર માટે ભાગદોડ મચી હતી. યુવાનને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખાતે ખસેડાયો હતો.
hd
આ ઘટનાને પગલે બી ડિવીઝન પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી હતી. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર દવા પી આપઘાત કરનાર યુવાન રાજકુમાર લાખુભાઈ મારૂ(ઉ.વ.31) રફાળેશ્વરનો રહેવાસી છે. તેમજ યુવાનને પત્નીથી છૂટાછેડા જોઈતા હોવાથી તેમજ મહિલા પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ દાખલ થયેલી હોવાથી તેણે આ પગલું ભર્યું હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.