મોરબી જિલ્લા પોલીસવડા ડૉ. કરનરાજ વાઘેલાની સુચના અને DYSP બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી PI એચ. એન. રાઠોડની ટીમ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન વાંકાનેર જીનપરા જકાતનાકા પાસેથી પસાર થતી ઇકો કારને પકડીને તલાશી લેવામાં આવી હતી. જેમાંથી દેશી દારૂ તેમજ ઇકો કાર મળીને કુલ 2,10,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કારમાં સવાર યાસીન દશાડીયા, કમલેશ ભંખોડીયા અને વિક્રમ ચૌહાણને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરમાં બે સ્થળે દારૂ-જુગારના દરોડા, 7 આરોપી ઝડપાયા
મોરબી: જિલ્લામાં આવેલા વાંકાનેરમાં દારૂની હેરાફેરી કરનાર ઈસમોને ઝડપી લેવા પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. આ સમય દરમિયાન પોલીસે દેશી દારૂના મોટા જથ્થા સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય દરોડામાં જુગાર રમતા ચાર શખ્શોને ઝડપી રોકડ રકમ તેમજ મોબાઈલ અને બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વાંકાનેરમાં બે સ્થળે દારૂ-જુગારના દરોડા
જ્યારે અન્ય દરોડામાં વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે હસનપર ગામના રેલ્વે ઓવરબ્રીજ નીચે જુગાર અંગે બાતમી મળતા દરોડો કરીને પોલીસે દેવશી વોરા તેમજ શનિ સરૈયા, ગેલા બાંભવા અને નૈનેશ મોરીને ઝડપીને રોકડ રકમ 11,550 તેમજ મોબાઈલ અને મોટકસાયકલ સહિત કુલ 53,100ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.