મોરબીઃ જિલ્લાના મકનસર ગામ નજીક ટ્રાન્સપોર્ટ ઓફિસમાં જુગાર રમાતો હોવાની બાતમી LCBની ટીમને મળી હતી. મળેલી બાતમીને આધારે દરોડો કરીને રોકડ અને મોબાઈલ સહિત 1.06 લાખના મુદ્દામાલ સાથે 6 લોકોને ઝડપી લીધા હતા.
જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓ
- દીપક પ્રમોદભાઈ સિદ્ધપુરા
- શૈલેશ ભીમજીભાઈ સનારીયા
- વિપુલ રમણીક
- કિરીટ નાનજીભાઈ નારળીયા
- નીલેશ મનસુખ વરાણીયા
- મહેશ રેવાભાઈ ડાભી