ખેરાલું શહેરમાં વીજ કંપનનીની ઓફિસ પાસે આવેલી રેસીડેન્સીમાં રહેતો 30 વર્રષીય રવિ પ્રજાપતિ કપડાં સૂકવવા માટે જતો હતો. ત્યારે વિજકનેક્શનમાંથી વીજ પ્રવાહ લીક થયેલો હોઈ યુવક તાર સાથે ચોંટી ગયો હતો. તો યુવકને બચાવવાનો પ્રયાસ કરવા જતાં પાડોશીને ગંભીર ઇજા પહોંચી હતી.રવિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઇજાગ્રસ્ત પાડોશીને ખેરાલુ સિવિલ હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
મહેસાણામાં વીજ કરંટ લાગતાં એક યુવકનું મોત, બચાવવા જતા અન્ય એક ઇજાગ્રસ્ત - One youth died in an electric shock
મહેસાણાઃ જિલ્લાના ખેરાલું શહેરમાં યુવકનું વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે. તો તેને બચાવવા માટે આવેલા પાડોશીને પણ ગંભીર ઇજા પહોંચી છે. આ ઘટના વીજ કંપનીની બેદરકારીના કારણે થઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ત્યારે તંત્ર મૃતક યુવકના ઘરમાં વીજ કનેક્શનમાં ગરબડી હોવાનું જણાવી રહ્યું છે.
મહેસાણામાં વીજ કરંટ લાગતાં એક યુવકની મોત, એક ઇજાગ્રસ્ત
આ સમગ્ર ઘટનામાં વીજ કંપનીએ પોતાની હાથ ખંખેરીને દીધા છે. મૃતક ઘરમાં વીજ કનેક્શનમાં ગરબડી થઇ હોવાથી અકસ્માત થયો હોવાનું જણાવી રહ્યા છે. જો કે, હકીકત હજુ સામે આવી નથી.