ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારી કચેરીઓમાં ધીમી કામગીરી લાંભી કતારો, ભાજપ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવાયું

મહેસાણા: રાજકારણ એટલે ખરા અર્થમાં રાષ્ટ્ર અને સમાજની સેવા માટે જાગૃતતા દાખવી લડવી પડતી લડાઈ. ત્યારે આ ખરા રાજકારણની વ્યાખ્યા મહેસાણા જિલ્લામાં સાર્થક થતી નજરે પડી રહી છે. જ્યાં સરકારમાં શાસક પક્ષના કાર્યકરોએ પ્રજાહિતની વાતને લઈ જે કામ વિપક્ષીઓ કરવું જોઈતું હતું. તે પોતે કરી બતાવ્યું છે. જોઈએ શા માટે સરકારમાં શાસન હોવા છતાં વહીવટી તંત્રના દ્વાર ખખડાવવા પડ્યા છે.

By

Published : Jul 19, 2019, 6:25 AM IST

સ્પોટ ફોટો

મહેસાણા જિલ્લો ભાજપનો ગઢ કહી શકાય તેવો જિલ્લો રહ્યો છે. જ્યાંથી દેશના વડાપ્રધાન અને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન સહિતના રાજકીય નેતાઓએ સરકારમાં પદભાર સંભાળી રાષ્ટ્ર અને સમાજ હિતની સેવા પૂરી પાડી છે. છતાં પણ જિલ્લામાં કેટલાક નાની મોટી બાબતે પ્રજા પરેશાન થતી હોવાની પરીસ્થિતિ જોવા મળી રહી છે.

ભાજપ દ્વારા કલેક્ટરને આવેદન અપાયું

મહેસાણા મામલતદાર કચેરી સહિત જિલ્લાના તમામ સેવાકેન્દ્રો પર તાજેતરમાં આવકના દાખલ , ક્રિમિલિયર જેવા અનેક સરકારી દસ્તાવેજો મેળવવા અરજદારનો ભારે ઘસારો રહે છે. આ કચેરીઓમાં વર્કલોડ પ્રમાણે જોઈએ તો ઓછી કૉમ્પ્યુટર સિસ્ટમ અને ઓછા ઓપરેટરો હોવાને પગલે અરજદારો ક્યાંક ગરમી તો ક્યાંક અકાળે વરસતા વરસાદનો સામનો કરતા કલાકો સુધી લાંબી કતારમાં ઉભા રહેવું પડે છે. પ્રજાની પરેશાનીના આટલા અતિ ગંભીર મુદ્દા વિપક્ષમાં રહેલા પક્ષો નથી કરી રહ્યા. ત્યાં સરકારમાં શાસક પક્ષ ભાજપના કાર્યકરોએ પોતાની સરકાર હોવા છતાં વહીવટી તંત્રના કાને પ્રજાની પરેશાનીની રજુઆત કલેક્ટર અને ડીડીઓને આવેદનપત્ર આપી પહોંચાડી છે.

મહેસાણા ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર્તાઓ દ્વારા ATVT અને અન્ય જનસેવા કેન્દ્રો પર સરકારી દસ્તાવેજો માટે આવતા અરજદારોને યોગ્ય વ્યવસ્થા અને ઝડપી સંતોષકારક કામ મળે તેવી રજુઆત કરી ઓપરેટરો અને સિસ્ટમમાં વધારો સુધારો કરવા માંગ કરી છે. ત્યારે અહીં મહેસાણાના રાજકારણીઓ ખરા અર્થમાં પ્રજાહિતમાં આગળ આવી સમાજ સેવા અને રાષ્ટ્ર સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details