ગુજરાત

gujarat

ETV Bharat / state

વિસનગરમાં ડાયમંડ ઉદ્યોગ અજમાવી મહિલાઓ બની આત્મનિર્ભર - International Women's Day 2021

દેશ અને દુનિયામાં નારી શક્તિની અનેક સિદ્ધિઓ સામે આવતી હોય છે. ત્યારે આજે મહિલા દિવસ પર વાત કરીશું રત્ન કલાકાર બનેલી 400 જેટલી મહિલાઓની કે જેઓ એક સ્ત્રી હોવા છતાં પુરુષોના પ્રભાવ અને કલાકારીથી જોડાયેલા ડાયમંડ ઉદ્યોગમાં ઝંપલાવી હીરા ઉદ્યોગ અને પોતાના જીવનની તાસીર બદલી રહી છે. આજે મીની ડાયમંડનગરી એવા વિસનગરમાં ચાલતા મહિલા સંચાલિત ડાયમંડ ઉદ્યોગમાં અભણ હોય કે શિક્ષિત, તમામ મહિલાઓ આત્મનિર્ભર બની જીવનના સંઘર્ષને હળવો કરી પોતાના પરિવાર માટે મદદરૂપ બની છે.

વિસનગરમાં ડાયમંડ ઉદ્યોગ અજમાવી મહિલાઓ બની આત્મનિર્ભર
વિસનગરમાં ડાયમંડ ઉદ્યોગ અજમાવી મહિલાઓ બની આત્મનિર્ભર

By

Published : Mar 8, 2021, 7:08 PM IST

  • વિસનગરમાં ડાયમંડ ઉદ્યોગ અજમાવી મહિલાઓ બની આત્મનિર્ભર
  • મહિલા દિવસ પર વિસનગરનો મહિલા સંચાલિત ડાયમંડ ઉદ્યોગ
  • મહિલાઓ પોતાની મહેનતથી આજે ઓળખાય છે રત્નકલાકારિણી
  • આજે એક જ યુનિટ નીચે 400 જેટલી મહિલાઓ બની છે આત્મનિર્ભર


    વિસનગર- વિસનગરના આ ડાયમંડ ઉદ્યોગમાં રો મટેરિયલ એકત્ર કરવાથી લઈ હીરાને આકાર આપવાનું તેની ગુણવત્તા અને આકલન કરી યોગ્ય હીરો તૈયાર થતા ડાયમંડ અને જવેલરી માર્કેટ સુધી પહોંચાડવાનું તમામ કામકાજ મહિલાઓ ભેગી મળી કરી રહી છે. હીરાની ઘડાઈમાં બારીક નજર અને કલાકો સુધી એક જ બેઠક પર તપ કર્યા બાદ કેટલાક યોગ્ય આકારના હીરા જડે છે. અહીં આધુનિક મશીનરીના ઉપયોગ સાથે મહિલાઓ જાતે જ હીરાનું ઉત્પાદન અને વેચાણ સુધીની સફર સર કરે છે. મહિલાઓનું આ મંડળ વર્ષે દિવસે લાખો કરોડોની કમાણી કરતા પોતે અને પોતાના પરિવાર માટે આર્થિક રીતે મદદરૂપ થઇ જીવનમાં આવતી આર્થિક જરૂરિયાતની મુશ્કેલીઓનો સામનો કરે છે.

આ પણ વાંચોઃ વડોદરામાં મહિલા બાઈકર્સ ગ્રૂપ દ્વારા બાઈક ચલાવવાના શોખનું સમાજ સેવામાં પરિવર્તન

  • વિસનગરની સંસ્થાએ પૂરું પાડ્યું છે મહિલાઓને સ્ત્રીસશક્તિકરણ માટેનું પ્લેટફોર્મ

    સામાન્ય રીતે સુરતને ડાયમન્ડ નગરી તરીકે લોકો જાણે છે. પરંતુ હીરાનો સીધો સબંધ સુરતથી વિસનગર સાથે જોડાયેલો હોઈ એક સમયમાં વિસનગર પણ મીની ડાયમન્ડ નગરી તરીકે જાણીતું હતું. જોકે સમય જતાં અહીં હીરાના કારખાનાઓ એક પછી એક બંધ થઈ જતાં ઘટ્યાં છે. પરંતુ જે છે એ આજે સ્ત્રી સશક્તિકરણના અભિગમને અપનાવી એક આગવી ઓળખ ઉભી કરી રહ્યાં છે. મહિલાઓ સંચાલિત હીરા ઉદ્યોગના યુનિટ પર લગભગ 400 જેટલી મહિલાઓ રોજગારી માટે આવે છે અને પોતે એક કુશળ રત્ન કલાકારિણી તરીકે કામ કરી મહિને 20 હજાર રુપિયાની રોજગારી મેળવે છે. આમ એક યોગ્ય સંસ્થા સાથે સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણ વચ્ચે મહિલાઓ રોજગારી મેળવી ખુશીની લાગણી અનુભવી રહી છે. ત્યારે હીરા ઉદ્યોગમાં પોતાના કૌશલ્ય થકી વાર્ષિક વધુ કમાણી કરનાર મહિલાઓને પોતાના જીવન સંઘર્ષમાં ઘણો બદલાવ જોવા મળ્યો છે. આમ આજે આ મહિલાઓના જીવનમાં આર્થિક સદ્ધરતાનો ઉજાસ પથરાયો છે સાથે જ દુઃખભર્યો અંધકાર દૂર થયો છે.

રોનક પંચાલનો અહેવાલ, ઈટીવી ભારત, મહેસાણા

ABOUT THE AUTHOR

...view details