- મહેસાણા દૂધ સાગરમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ નિમણૂક
- ચેરમેન તરીકે અશોક ચૌધરી અઢી વર્ષ માટે બિનહરીફ નિમાયા
- દૂધ સાગર ડેરીમાં ચેરમેન વાઇસ ચેરમેન નિમાયા, ભાજપને હવે ડેરીમાં ઘી-પેંડા.!
મહેસાણા દૂધ સાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનના સરતાજ માટે આજે શુક્રવારહે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન તરીકે જેમનું અગાઉથી જ પલ્લું ભારે રહ્યું હતું તેવા અશોક ચૌધરીએ ઉમેદવારી કરી હતી. જેની સામે કોઈ ઉમેદવારી ન કરાઈ હોવાથી તેમની ચેરમેન તરીકે, જ્યારે વાઇસ ચેરમેન માટે પહેલી વાર ડેરીમાં ચૂંટાયેલા મંડળ દ્વારા સવા વર્ષ માટે અમરત દેસાઈ અને અગાઉના સવા વર્ષ માટે જસી દેસાઈની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ ચૂંટણી પ્રક્રિયામાં કુલ 18 મતો રોકાયેલા હતા. જેમાં 15 ચૂંટાયેલા પ્રતિનિધિઓ, 1 જિલ્લા રજીસ્ટાર, 1 ડેરીના વહીવટદાર અને 1 અમૂલ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મતો રહ્યા હતા. આમ આજે શુક્રવારે ભાજપ પ્રેરિત પેનલ અને ચેરમેન વાઇસ ચેરમેન દૂધ સાગર ડેરીમાં સત્તા સંભાળી ચુકી છે, ત્યારે હવે ભાજપ માટે ડેરીના શાસન પર ઘી-પેંડા જેવો ઘાટ તૈયાર થયો છે.
દૂધ સાગર ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ નિમણૂક ડેરીમાં ભાજપનું શાસન થતા પદગ્રહણમાં કોરોના ગાઈડલાઇનના ધજાગરા ઉડ્યા
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી અધિકારી દ્વારા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ પર નામ જાહેર કરાતા ચૂંટાયેલા પદાધીકારીઓ માટે પદગ્રહણ સમારોહ આયોજિત કરાયો હતો. જેમાં ભાજપના ધારાસભ્યો અને પૂર્વ પ્રધાનો સહિતના સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ આ કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. જેમાં કોરોનાની ચિંતા છોડી સ્ટેજ પર 150થી વધુ લોકોએ સ્થાન લીધું હતું. આ લોકોએ કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા હતા. અન્ય લોકો સ્ટેજ પર આવતા સ્ટેજ તૂટી ભાગ્યો હતો જે ઘટના બનતા ભાજપ પ્રદેશ મહામંત્રી પંકજ ચૌધરી અને કે.સી પટેલ સહિતના નેતાઓ 5 ફૂટ ઉંચા બાંધવામાં આવેલા સ્ટેજ પરથી જાણેકે જીવ બચાવવા ભાગ્યા હોય તેમ નીચે કૂદી પડ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એકત્ર કરી આયોજકોએ કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કર્યો હતો. જો કે, આ કાર્યક્રમમાં મહેસાણા બી-ડિવિઝન પોલીસ અધિકારી સહિતના સરકારી બાબુઓ પણ ઉપસ્થિત હોવા છતાં અહીં કોઈની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે અહીં સવાલ એ છે કે શું કોરોના ગાઈડલાઇન માત્ર પ્રજાને પરેશાન કરવા છે? નિયમો નેતાઓ કે ભાજપના સમર્થકોને લાગુ પડતા નથી?
દૂધ સાગર ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ નિમણૂક