ગુજરાત

gujarat

ETV Bharat / state

ચાલકને ઝોકું આવી જતા બાઈક ઝાડ સાથે અથડાયું, સાળા-બનેવીનું મોત - two died

મહેસાણાઃ જિલ્લામાં કડીના સાદરા નજીક બે બાઈક સવારના પસાર થતી વખતે બાઈક ચાલકને ચાલુ બાઈક પર ઝોકું આવતા બાઈક ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર સળા-બનેવીના મોત નિપજ્યું હતું.

ઝાડ સાથે અથડાતા અકસ્માત

By

Published : Aug 27, 2019, 6:42 AM IST

કડી તાલુકાના જાસલપુર ગામના તેમજ સુજાતપુર રહેતા બે રબારી યુવકો સાળા બનેવી રબારી સમાજની ગુરુગાદી દુધરેજ વડવાળા ખાતે દર્શન કરવા ગયા હતા. જ્યાંથી મોડી રાત્રે પરત ફરતા રસ્તામાં ઢોરિયા થી કડીના માર્ગ પર સાદરા નજીક બાઈક ચાલકને ઝોકું આવી જતા બાઈક સ્લીપ ખાઈ સાઈડમાં આવેલા ઝાડ સાથે અથડાયું હતું. જેને પગલે બન્ને બાઈક સવાર મેઘરાજભાઈ રબારી અને રમેશભાઈ રબારીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ કડી પોલીસને કરાતા પોલીસે પરિવારને જાણ કરી મૃતદેહો પરિવારોને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details