ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણાથી પસાર થતા પ્રવાસીઓ સાચવજો, વાહન ચાલકનો રસ્તો ભટકાવી રહ્યું છે પાટિયું

જિલ્લામાં સરકાર દ્વારા લગાવવામાં આવતું માર્ગદર્શક પાટીયું શહેરમાંથી આવતા જતા લોકો માટે અવડે માર્ગ દોરી રહ્યું છે. જેમાં જો બોર્ડ મુજબ ચાલક પસાર થશે તો પાલનપુરને બદલે બેચરાજી અને બેચરાજીને બદલે મહેસાણા જતો રહેેશે.

મહેસાણા થી પસાર થતા સાચવજો
મહેસાણા થી પસાર થતા સાચવજો

By

Published : Jun 7, 2020, 4:26 PM IST

મહેસાણા : જિલ્લામાંથી જતા પ્રવાસીઓ માટે આજે એક જૂની ફિલ્મના ગીત જેવો કિસ્સો બની રહ્યો છે. એ ભાઈ આગે ભી નહિ પીંછે ભી, ઉપર ભી નહિ નીચે ભી, દાયે ભી નહિ બાયે ભી... એ ભાઈ ... જી હા તમને નવાઈ લાગશે કે, કેમ મહેસાણામાં આવું થઈ રહ્યું છે, પરંતુ આ વાત છે મહેસાણા બાયપાસ હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોની વાસ્તવિકતાની... કારણ કે, અહીં વાહન ચાલકોનું ધ્યાન ભટકાવી રહ્યું છે સરકારી માર્ગ સૂચિત કરતું પાટિયું. જેમાં પાલનપુર, અમદાવાદ, બેચરાજી અને ગાંધીનગર સહિત મહેસાણા શહેરમાં જવાના રસ્તાના નિશાન અવળા દર્શાવાયા છે.

મહેસાણા થી પસાર થતા સાચવજો
તાજેતરમાં લોકડાઉન બાદ ઘણા દિવસો પછી સુમસામ પડેલા રસ્તા અનલોકમાં મળેલી છૂટછાટથી જીવંત બન્યા છે. ત્યાં મહેસાણાથી પસાર થતા પાલનપુર અને બેચરાજી જતા પ્રવાસી માટે લગાવેલા માર્ગદર્શક બોર્ડ લોકોનું ધ્યાન ભટકાવી રહ્યું છે. માટે અહીંથી પસાર થતા લોકો માટે ચેતવું ખૂબ જરૂરી છે અને જો બોર્ડના ભરોષે ચાલ્યા તો પાલનપુર જવાને બદલે બેચરાજી જતા રહેશો અને બેચરાજી જવાને બદલે મહેસાણા શહેરમાં ઘૂસી જશો, ત્યારે અહીં જોવા મળતા માર્ગ સૂચિત પાટિયા પર માર્ગ અને મકાન વિભાગની બેદરકારીથી આજે મહેસાણા બાયપાસ પરથી પસાર થતા વાહનચાલકો અને પ્રવાસી માર્ગ ભટકી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા બેદરકારીથી લગાવેલા બોર્ડમાં વહેલી તકે સુધારો કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

ABOUT THE AUTHOR

...view details