ગુજરાત

gujarat

ETV Bharat / state

ઊંઝામાં કામદાર પેનલના આગેવાનનું નામ GST કૌભાંડમાં આવ્યું - police station news

મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે ઊંઝા ભાજપથી નારાજ બનેલા કાર્યકરોએ અપક્ષ સાથે મળી કામદાર પેનલ બનાવી ઉમેદવારી નોંધાવી છે. જેમાં મિલન પરિવારે આગેવાની સંભાળી ભાજપ સામે જંગ છેડી છે, ત્યારે ઊંઝામાં અગાઉ થયેલી GST ચોરી કૌભાંડમાં મિલન પરિવારના સભ્ય ધર્મેન્દ્ર પટેલનું નામ ઘુસાડી ગંદી રાજનીતિ કરાઈ હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.

ઊંઝા પોલીસ મથકનો કરાયો ઘેરાવો
ઊંઝા પોલીસ મથકનો કરાયો ઘેરાવો

By

Published : Feb 25, 2021, 3:33 PM IST

  • ધર્મેન્દ્ર પટેલ સામે ખોટી ફરિયાદના આક્ષેપો સાથે હોબાળો
  • ઊંઝા પોલીસ મથકનો કરાયો ઘેરાવો
  • ગંદી રાજનીતિ માટે ધારાસભ્ય સામે આક્ષેપો કરાયા

મહેસાણા:જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે ઊંઝા ભાજપથી નારાજ બનેલા કાર્યકરોએ અપક્ષ સાથે મળી કામદાર પેનલ બનાવી ઉમેદવારી નોંધાવી છે. જેમાં મિલન પરિવારે આગેવાની સંભાળી ભાજપ સામે જંગ છેડી છે, ત્યારે ઊંઝામાં અગાઉ થયેલી GST ચોરી કૌભાંડમાં મિલન પરિવારના સભ્ય ધર્મેન્દ્ર પટેલનું નામ ઘુસાડી ગંદી રાજનીતિ કરાઈ હોવાના આક્ષેપો સ્થાનિક ધારાસભ્ય આશા પટેલ સામે કરાયા છે. આ સાથે જ ઊંઝામાં કામદાર પેનલના સમર્થકોમાં વાયુ વેગે ફરિયાદની વાત પ્રસરતા મોટી સંખ્યાંમાં સમર્થકોએ ઊંઝા પોલીસ મથકે પહોંચી પોલોસ સ્ટેશનનો ઘેરાવો કરી હોબાળો મચાવ્યો છે.

ખોટી ફરિયાદના આક્ષેપો સાથે મચ્યો હોબાળો

પોલીસે ટોળાને વિખેરવા સમજાવટ બાદ વધુ પોલીસ ફોર્સનો ઉપયોગ કર્યો

ઊંઝામાં એક તરફ ધારાસભ્યના ઇશારે પોલીસ ખોટા કેસો કરી લોકોને હેરાન કરતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યાં બીજી તરફ પોલીસ સ્ટેશને પોલીસ સમગ્ર ફરિયાદ મામલે GST તાપસ ચાલુ હોવાનું રોકડું પીરસી રહી છે, ત્યારે APMC કૌભાંડમાં ધારાસભ્ય પર આક્ષેપ થયા હોવા છતાં પોલીસ કાર્યવાહી નહીં થતાં કામદાર પેનલના સમર્થકો ન્યાયની માગ સાથે પોલીસ સ્ટેશને જમાવડો કરી લાંબા સમયથી બેઠા છે. આ સ્થિતિ વચ્ચે ઊંઝામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ પ્રકારની રાજનીતિનો દોર કોને નુકસાન અને કોને ફાયદો કરાવશે તે જોવું રહ્યું..!

ABOUT THE AUTHOR

...view details