ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણાના ખેડૂતે અનોખો જળસંચય કરી ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું

વિજાપુર: વરસાદના પાણીના સંગ્રહને વરસાદી પાણીનો સંચય કહે છે. સંગ્રહ કરેલા પાણીથી ખેડૂતો ખેતી કરી શકે છે. તેમને વરસાદની રાહ નથી જોવી પડતી.એવું જ કાર્ય મહેસાણાના વિજાપુર તાલુકાના ટિંટોદણ ગામના એક ખેડૂતે કર્યો છે. તેમણે સંગ્રહ કરેલા પાણીની મદદથી ખેતી કરી જળસંચયનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું.

ખેડૂતનું અનોખો જળસંચય

By

Published : Jul 28, 2019, 2:56 PM IST

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ટિંટોદણ ગામના ગોવિંદભાઇ પટેલ નામના ખેડૂતે જળસંચયનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ગોવિદભાઈ પટેલ 14 વર્ષ જેટલું વૈભવી જીવન મેઘા સિટી અમદાવાદમાં વિતાવ્યો છે જે બાદ તેમનામાં કૃષિ પ્રત્યે પ્રેમ જાગ્યો અને તેઓ વતન વાપસી કરી હતી. તેમણે પોતાના ગામ ટિંટોદણમાં 16 વિઘા જેટલી જમીન રાખી આ જમીનમાં વાવણી કરવાનું શરૂ કર્યું હતું. પરતું તેમની પાસે પાણીની અછત હોવાના કારણે તેઓએ એક ઉપાય શોધી કાઢ્યો હતો. ગોવિંદભાઈએ એક યુક્તિ વાપરી અને પોતાના જ ખેતરમાં બનાવેલા સાડા સત્તર હજાર સ્કવેરફૂટ જેટલા મોટા ગોડાઉનની છત પર ચોમાસામાં પડતા વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું આયોજન કર્યું.આ આયોજનથી માસ મોટા ગોડાઉનની છત પર ચોમાસામાં પડતા વરસાદનું પાણી પાઇપલાઇનથી ધોધમાર રીતે કુવામાં સંગ્રહ થવા લાગ્યું હતું.જોત જોતામાં આ પ્રયોગ એટલો કાર્યરત સાબિત થયો કે જ્યાં પાણીની તકલીફ વર્તાતી હતી તે જગ્યાએ હવે વરસાદનું 50 લાખ લીટર જેટલું પાણી સંગ્રહ થતા કૂવો ભરાઇ ગયો હતો. આ પાણીનો ઉપયોગ કરી તેઓએ પોતાની ખેતી અને રોપા ઉછેરના વ્યવસાયને જીવંત બનાવ્યો છે.

ખેડૂતનું અનોખો જળસંચય

ટિંટોદણ ગામના આ ખેડૂતે 16 વિઘા જેટલી મોટી જમીનમાં પોતે કરેલા મોન્સૂન વોટર્સ સેવિંગના આયોજન થકી સાબિત કરી બતાવ્યું છે કે જો પાણીને સાચવશો તો પાણી તમને સાચવશે ત્યારે વરસાદ હાલમાં ખેંચાયો છે. છતાં પણ અહીં ફાર્મહાઉસમાં લીલોતરી અને રોપાઓનો ઉછેર પણ થઈ રહ્યો છે. જેમાં ગોવિંદભાઇએ જેમ પાણીના એક એક ટીપાનો સંગ્રહ સમજી વિચારીને કર્યો છે તેની સાથે પાણીનો વ્યય ન થાય તેની પણ ખાસ તકેદારી રાખી છે.ટપકસિંચાઈ પદ્ધતિથી ડીપઇરીગ્રેશન કરી પાક,રોપા અને છોડવાઓને પાણી આપવામાં આવે છે,જેથી ઓછા પાણીમાં પણ સારુ વાવેતર કરી પાણીનો વ્યય કરાયો નથી.ખેડૂત ગોવિંદભાઈનું જળસંચય માટેનું આ આગોતરુ આયોજન જોતા આસ પાસના ખેડૂતો પણ તેમની આ કામગીરીને વખાણી રહ્યા છે.અને તેમણે જે પદ્ધતિ અપનાવી છે તે માટે તેઓ પણ તે દિશમાં આગળ વધવા પ્રેરણારૂપ બન્યા છે. એક તરફ વરસાદ ખેંચાયો છે ત્યાં જમીન હોવા છતાં પાણી માટે કાગડોળે વરસાદની રાહ જોવાઇ રહી છે તો બીજી તરફ વરસાદી પાણીથી કૂવોમાં 50 લાખ લીટર પાણી ભેગું કરતા આ ખેડૂતને પાણીની કોઈ જ તંગી પડતી નથી.

ABOUT THE AUTHOR

...view details